સોમનાથ જિલ્લામાં આવતીકાલે વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે
ગીર સોમનાથ, 16 સપ્ટેમ્બર (હિ.સ.) સેવા મેરા યોગદાન” અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં આવતીકાલે વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. સેવા મેરા યોગદાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં આવતીકાલે વિવિધ સ્થળો ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્
સોમનાથ જિલ્લામાં આવતીકાલે વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે


ગીર સોમનાથ, 16 સપ્ટેમ્બર (હિ.સ.) સેવા મેરા યોગદાન” અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં આવતીકાલે વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. સેવા મેરા યોગદાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં આવતીકાલે વિવિધ સ્થળો ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત ઈન્ડિયન રેડક્રોસના સહયોગથી તા.૧૭ સપ્ટેમ્બરના રોજ સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦ સુધી નગરપાલિકાના કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે તેમજ આર.એન.વાળા હોસ્પિટલ ટ્રસ્ટ, કોડિનાર ખાતે અને વરસિંગપુર રોડ, યોગ ભવન, ઉના ખાતે રક્તદાન શિબિર યોજાશે. આ પ્રસંગે તમામ રક્ત દાતાઓને આવવા માટે ખાસ આમંત્રણ અપાયું છે.

આ કેમ્પના સ્થળ ખાતે ઈમરજન્સી અને જરૂરિયાતના સમયે રક્તની જરૂરિયાત વાળા દર્દીઓને રક્ત મળી રહે, તેવા ઉમદા હેતુથી આ રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande