આવતીકાલે સોમનાથ મંદિર ખાતે 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમ યોજાશે
ગીર સોમનાથ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને પગલે દેશભરમાં યોજાઈ રહેલા સેવા સંકલ્પના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ વિવિધ જનજાગૃતિલક્ષી અને સામૂહિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને સોમનાથ મંદિર ખાતે
આવતીકાલે સોમનાથ મંદિર ખાતે 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમ યોજાશે


ગીર સોમનાથ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને પગલે દેશભરમાં યોજાઈ રહેલા સેવા સંકલ્પના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ વિવિધ જનજાગૃતિલક્ષી અને સામૂહિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને સોમનાથ મંદિર ખાતે આવતીકાલે એટલે કે, તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ 'આશીર્વાદનો દીવડો'કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષની ભવ્ય જનસેવાને બિરદાવવા માટે રાજ્યભરમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી 'સેવા સંકલ્પ અભિયાન'ની ઉજવણી થનાર છે. તે અંતર્ગત વડાપ્રધાનના જ્ન્મદિને સોમનાથ મંદિર ખાતે તા. ૧૭ સપ્ટેમ્બરે સાંજે ૭:૦૦ કલાકે જિલ્લા કક્ષાનો 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમ યોજાશે.

આ પ્રસંગે પ્રથમ જ્યોતિર્લિંગના પરિસરમાં નાગરિકો દ્વારા સામૂહિક રીતે દીપ પ્રાગટ્ય કરવાથી આધ્યાત્મિક અને દિવ્ય વાતાવરણનું નિર્માણ થશે.

જિલ્લાના નાગરિકોને આ ભાવસભર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારવા માટે વહીવટી તંત્ર દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande