
ગીર સોમનાથ, 16 સપ્ટેમ્બર (હિ.સ.) ઊના નજીકનાં દરિયામાં ભારે પવન અને ઉછળતાં મોજાં વચ્ચે ભાથોડા વિસ્તારના પથ્થર સાથે અથડાઈ બોટે જળસમાધિ લીધમાછીમારો ટંડેલ સહિત કુલ 12 ખલાસીઓ સાથે સ્વ નુ ફિશિંગ બોટ લઈને દરિયામાં માછીમારી માટે નીકળ્યા હતા.
નવાબંદર નજીક દરિયામાં ફિશિંગ કર્યા બાદ ભારે વરસાદ અને પવનની સ્થિતિને પગલે બોટને સલામત રીતે કાંઠા તરફ લાવવામાં આવી રહી હતી.દરમિયાન રાત્રિનો અંધકાર છવાઈ જતાં નવાબંદર બંદર વિસ્તાર નો કાંઠો સ્પષ્ટ રીતે દેખાતોન હતો. બીજી તરફ દરિયામાં ભારે પવન ફૂંકાતા મોજાં ઉછળવા લાગ્યાં હતાં આ વિકટ પરિસ્થિતિ વચ્ચે બોટ આગળ રહી હતી ત્યારે ભાથોડા વિસ્તાર નજીક અચાનક બોટનો પથ્થર સાથે અકસ્માત થયો હતો.
ભાથોડા વિસ્તારના પથ્થર સાથે અથડાયા બાદ બોટમાં નુકસાન થતાં પાણી ભરાવા લાગ્યું હતું. દરિયાની વિકટ સ્થિતિ અને ઉછળતાં મોજાં વચ્ચે બોટને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પરિસ્થિતિ કાબૂ બહાર જતાં બેટ ધીમે ધીમે દરિયામાં ડૂબવા લાગી હતી.
બેટ બોટ જળસમાધિ સમાધિ લેતી ( હોવાનું જણાતાં તેમાં સવાર ટંડેલ સહિતના 12 માછીમારોએ જીવ બચાવવા તાત્કાલિક દરિયામાં કૂદકો માર્યો હતો. રાત્રિના અંધકાર વચ્ચે દરિયામાં ફસાયેલા માછીમારો માટે ક્ષણો અત્યંત ભયજનક બની હતી આ ઘટનાની જાણ થતાં જ નવાબંદર વિસ્તારમાં આસપાસ માછીમારી રહેલી ખલાસીઓ તાત્કાલિક મદદડી આવ્યા હતા.
દરિયામાં તરતા માછીમારોને શોધી-શોધી ને અન્ય બોટોમાં ખેંચી લેવામાં આવ્યા હતા. ફિશિંગ બોટોના ખલાસીઓની સમયસરની મદદના કારણે ટંડેલ .
સહિત તમામ 12 માછીમારોને સલામત રીતે બચાવી લેવામાંઆવ્યાહતા.ભારે પવન, અને ઉછળતાં મોજાં કરવામાં આવેલું આ રસ્ત્ર ઓપરેશન સાહસપૂર્ણ રહ્યું હતું.જો આસપાસની બોટોના ખલાસી ઓએ સમયસર મદદ ન કરી હોત તો રાત્રિના અંધકારમાં દરિયામાં મોટી દુર્ઘટના સર્જવાની શકતા હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ