ગણપતિ મહોત્સવમાં પત્રકાર સંગઠનની એકતાનો સંદેશ, SP વિકાસ સુંડા પરિવાર સાથે મહાઆરતીમાં જોડાયા
કચ્છ, 16 સપ્ટેમ્બર (હિ.સ.) પત્રકાર વેલ્ફેર ફાઉન્ડેશન કચ્છ પત્રકાર સંગઠન દ્વારા આયોજિત ગણપતિ ઉત્સવ-2026માં ધાર્મિક આસ્થા સાથે સંગઠનાત્મક એકતાનો માહોલ જોવા મળ્યો હતો. સંગઠન દ્વારા સતત પાંચમા વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્ર
કચ્છ પત્રકાર સંગઠન ગણેશોત્સવ


કચ્છ પત્રકાર સંગઠન ગણેશોત્સવ


કચ્છ પત્રકાર સંગઠન ગણેશોત્સવ


કચ્છ પત્રકાર સંગઠન ગણેશોત્સવ


કચ્છ, 16 સપ્ટેમ્બર (હિ.સ.) પત્રકાર વેલ્ફેર ફાઉન્ડેશન કચ્છ પત્રકાર સંગઠન દ્વારા આયોજિત ગણપતિ ઉત્સવ-2026માં ધાર્મિક આસ્થા સાથે સંગઠનાત્મક એકતાનો માહોલ જોવા મળ્યો હતો. સંગઠન દ્વારા સતત પાંચમા વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને ગણપતિ બાપાની મહાઆરતીમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.

ગણપતિ મહોત્સવ દરમિયાન ઉપસ્થિત સૌએ ગણપતિ બાપાની આરાધના કરી હતી. મહાઆરતીના પ્રસંગે ધાર્મિક વાતાવરણ સાથે પત્રકારો, સંગઠનના હોદ્દેદારો અને મહેમાનો વચ્ચે પરસ્પર શુભેચ્છા તથા સ્નેહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. પરિવાર સાથે કાર્યક્રમમાં જોડાયેલા SP વિકાસ સુંડાએ પત્રકાર વેલ્ફેર ફાઉન્ડેશનના આ આયોજનને બિરદાવ્યું હતું અને ગણપતિ મહોત્સવ માટે સંગઠનને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સંગઠન તરફથી પશ્ચિમ કચ્છના SP વિકાસ સુંડાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કચ્છની પરંપરાગત સંસ્કૃતિને ઉજાગર કરતી કચ્છી પાઘડી પહેરાવી, શાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરી સંગઠનના પ્રમુખ વિમલ સોની દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ દરમિયાન સંગઠનના સભ્યો અને ઉપસ્થિત મહેમાનો દ્વારા પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

પત્રકાર વેલ્ફેર ફાઉન્ડેશન કચ્છ પત્રકાર સંગઠન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ધાર્મિક પર્વની ઉજવણી સાથે પત્રકારો વચ્ચે પરસ્પર સંવાદ, સહકાર અને સંગઠનની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.

સંગઠનના પ્રમુખ વિમલ સોનીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સંગઠન દ્વારા ધાર્મિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓને વધુ વેગ આપવામાં આવશે. વિવિધ કાર્યક્રમોના આયોજન દ્વારા પત્રકારો વચ્ચે એકતા વધારવા અને સંગઠનને વધુ સક્રિય તથા મજબૂત બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવશે. ગણપતિ મહોત્સવ દરમિયાન યોજાયેલી મહાઆરતી અને સન્માન સમારોહ સાથે આ આયોજન સૌ માટે યાદગાર બન્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande