
મહેસાણા, 16 સપ્ટેમ્બર (હિ.સ.)
મહેસાણા કૃષિ ઉપજ બજાર સમિતિ (APMC)માં બુધવારે વિવિધ ખેતપેદાશોની આવક અને બજારભાવમાં ફેરફાર જોવા મળ્યો હતો. અગાઉના દિવસની સરખામણીએ એરંડા અને રજકા બીના ભાવમાં વધારો નોંધાયો હતો. રાય-રાયડામાં લઘુત્તમ ભાવ વધ્યો હતો, જ્યારે આવ inક ઘટી હતી.
એરંડાની આજે 826 બોરીની આવક સામે ભાવ રૂ.1478થી રૂ.1505 પ્રતિ 20 કિલો રહ્યો હતો. અગાઉ 678 બોરીની આવક સામે ભાવ રૂ.1390થી રૂ.1450 હતો. આમ, લઘુત્તમ ભાવમાં રૂ.88 અને મહત્તમ ભાવમાં રૂ.55નો વધારો થયો હતો. આવકમાં પણ 148 બોરીનો વધારો થયો હતો.
રજકા બીની 18 બોરીની આવક સાથે ભાવ રૂ.8445થી રૂ.10351 રહ્યો હતો. અગાઉ ભાવ રૂ.8400થી રૂ.9880 હતો. આમ, લઘુત્તમ ભાવમાં રૂ.45 અને મહત્તમ ભાવમાં રૂ.471નો વધારો થયો હતો.
રાય-રાયડાની 52 બોરીની આવક સામે ભાવ રૂ.1450થી રૂ.1520 રહ્યો હતો. અગાઉ 106 બોરીની આવક હતી. ઘઉંની 64 બોરીની આવક સાથે ભાવ રૂ.500થી રૂ.601 રહ્યો હતો, જ્યારે અગાઉ 97 બોરીની આવક હતી. ગવારમાં 7 બોરીની આવક સાથે ભાવ રૂ.1141થી રૂ.1150 રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR