સિદ્ધપુર તાલુકાના ડિંડોરોલની શાળામાં વાલીઓની તાળાબંધી, આચાર્ય દંપતી સામે વિરોધ
પાટણ, 16 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના ડિંડોરોલ ગામની પ્રાથમિક શાળા નંબર 2માં આચાર્ય અને શિક્ષિકાની કામગીરી સામે વાલીઓ તથા ગ્રામજનોએ શાળાને તાળું મારી વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓનો આક્ષેપ છે કે બાળકોના શિક્ષણ સાથે ચેડાં થાય છે અને રજૂઆત કરવા જત
સિદ્ધપુર તાલુકાના ડિંડોરોલની શાળામાં વાલીઓની તાળાબંધી, આચાર્ય દંપતી સામે વિરોધ


સિદ્ધપુર તાલુકાના ડિંડોરોલની શાળામાં વાલીઓની તાળાબંધી, આચાર્ય દંપતી સામે વિરોધ


પાટણ, 16 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના ડિંડોરોલ ગામની પ્રાથમિક શાળા નંબર 2માં આચાર્ય અને શિક્ષિકાની કામગીરી સામે વાલીઓ તથા ગ્રામજનોએ શાળાને તાળું મારી વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓનો આક્ષેપ છે કે બાળકોના શિક્ષણ સાથે ચેડાં થાય છે અને રજૂઆત કરવા જતાં ખોટા એટ્રોસિટી કેસની ધમકી આપવામાં આવે છે.

શાળાના આચાર્ય હસમુખ પરમાર અને તેમની પત્ની ભારતી પરમાર શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. વાલીઓના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા ફાળવાતા શૈક્ષણિક સાધનોનો યોગ્ય ઉપયોગ થતો નથી અને બાળકોને સારું શિક્ષણ મળતું નથી. અન્ય શિક્ષકો સારું ભણાવવાનો પ્રયાસ કરે તો તેમની કામગીરીમાં અડચણ ઊભી કરાતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત છતાં કાર્યવાહી ન થતાં SMC સભ્યો અને વાલીઓએ મુખ્ય દરવાજે તાળાબંધી કરી હતી. વાલીઓએ ચીમકી આપી છે કે આચાર્ય દંપતીની બદલી નહીં થાય ત્યાં સુધી બાળકોને શાળાએ મોકલવામાં નહીં આવે. તમામ બાળકોને અન્ય શાળામાં દાખલ કરવાની પણ વાત કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande