બરડા પંથકમાં સામાન્ય વરસાદ સાથે વીજળી ગુલ.
પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના બરડા પંથકમાં વરસાદી માહોલ વચ્ચે વીજળી ગુલ થવાની સમસ્યાએ ગ્રામજનોની મુશ્કેલી વધારી છે. મિયાણી, ભાવપરા સહિતના અનેક ગામોમાં વરસાદ શરૂ થતાં જ વીજ પુરવઠો ખોરવાયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. સામા
બરડા પંથકમાં સામાન્ય વરસાદ સાથે વીજળી ગુલ.


બરડા પંથકમાં સામાન્ય વરસાદ સાથે વીજળી ગુલ.


પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના

બરડા પંથકમાં વરસાદી માહોલ વચ્ચે વીજળી ગુલ થવાની સમસ્યાએ ગ્રામજનોની મુશ્કેલી વધારી છે. મિયાણી, ભાવપરા સહિતના અનેક ગામોમાં વરસાદ શરૂ થતાં જ વીજ પુરવઠો

ખોરવાયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. સામાન્ય

વરસાદ પડતાની સાથે જ અનેક ગામોમાં કલાકો સુધી

વીજળીબંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો

કરવો પડ્યો હતો. બગવદર ફોલ્ટ ઓફિસના જણાવ્યા અનુસાર, બગવદર કચેરી હેઠળ આશરે 10 જેટલા ખેતીવાડી

ફીડર તેમજ અન્ય જ્યોતિગ્રામ ફીડરોમાં ફોલ્ટ સર્જાયો હતો. બીજી તરફ મજીવાણા કચેરી હેઠળ પણ અનેક ફીડરોમાં ફોલ્ટ સર્જાયા

હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે બરડા

પંથકના વિવિધ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો

હતો.વરસાદ શરૂ થતાં જ વીજળી ગુલ થવાની સ્થિતિના

કારણે ગ્રામ્ય વિસ્તારોમાં કલાકો સુધી વીજ

પુરવઠો બંધ રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો

હતો.ચોમાસા પહેલાં દર વર્ષે પીજીવીસીએલ દ્વારા

પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોવા છતાં વરસાદ

પડતાંજ ફીડરોમાં ફોલ્ટ સર્જાઈ વીજળી ગુલ

થવાની સમસ્યા યથાવત રહેતા હવે કામગીરી સામે સવાલો

ઊઠી રહ્યા છે.ગ્રામજનોની માંગ છે કે વરસાદી સિઝન

દરમિયાન વારંવાર સર્જાતા ફોલ્ટનું કાયમી

નિરાકરણ આવે તેમાટે વીજ લાઇનો, ફીડરો અને અન્ય વીજ માળખાની યોગ્ય ચકાસણી કરવામાં આવે. સામાન્ય

વરસાદમાંજ કલાકો સુધી વીજળી ગુલ થતી હોય ત્યારે

ભારેવરસાદ દરમિયાન સ્થિતિ વધુ વણસે નહીં તે

માટે પીજીવીસીએલ દ્વારા આગોતરી અને અસરકારક કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande