તા.17 સપ્ટેમ્બરથી થી તા.17 ઓક્ટોબર 2026 દરમિયાન રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાનની ભવ્ય ઉજવણીનું આયોજન
સુરત, 16 સપ્ટેમ્બર (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં ૨૫ વર્ષની નિઃસ્વાર્થ સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર ગુજરાતમાં તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૧૭ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાનની ઉજવણી કરવામાં આવશે. આ અભિયાન
Seva Sankalp Abhiyan


સુરત, 16 સપ્ટેમ્બર (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં ૨૫ વર્ષની નિઃસ્વાર્થ સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર ગુજરાતમાં તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૧૭ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાનની ઉજવણી કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત નાગરિકોને સાંકળતી અને વિવિધ ક્ષેત્રોને આવરી લેતી ૧૩ મહત્વપૂર્ણ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

આ અભિયાન હેઠળ પ્રથમ દિવસે આશીર્વાદનો દીવો અને આગળના દિવસો દરમિયાન મારા સપનાનું ભારત-ચિત્ર સેવા, નમો સેવા-અનકહી કહાનીઓ, આંગણ મિલન સેવા, સેવાની કહાની, સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ, વિકસિત ભારતનો સંકલ્પ, સેવા જ્યોતિ કળશ યાત્રા-વિકસિત ભારતનો સંકલ્પ, સેવાના રંગ રાષ્ટ્રના સંગ, સેવા મારું યોગદાન, સેવા સેતુ અભિયાન, વડનગર-વારાણસી સેવા યાત્રા, સુશાસન સેવા સંવાદ જેવી થીમ આધારે ઉજવણી કરવામાં આવશે.

આજથી તા.૧૭ સપ્ટેમ્બરની સાંજે ૬.૩૦ વાગે આશીર્વાદનો દીવો હેઠળ સુરત જિલ્લામાં ઓલપાડના સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે, કડોદરાના હનુમાનજી મંદિર ખાતે, ચોર્યાસીના સણિયા કણદે તળાવ ખાતે, બારડોલીના બાબેન તળાવ ખાતે મોટી સંખ્યામાં નાગરિકો દીવાઓ પ્રગટાવવામાં આવશે. આ દીવો પ્રધાનમંત્રીજીના ૨૫ વર્ષના જનસેવા કાર્ય પ્રત્યે આભાર અને વિકસિત ભારત ૨૦૪૭ના સામુહિક સંકલ્પનું પ્રતીક બનશે. આ ઉપરાંત વિધાનસભાઓમાં પણ આર્શીવાદનો દિવો પ્રગટાવવાના કાર્યક્રમો યોજાશે.

સુરત મહાનગરપાલિકાકક્ષા, નગરપાલિકા વિસ્તાર અને ગ્રામ્ય કક્ષાએ ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન સાથે ઉજવણી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande