પોરબંદર શહેરના વિવિધ સ્થળોએ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘આશીર્વાદનો દીવડો’ પ્રગટાવાશે.
પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’નો તા.17 સપ્ટેમ્બર, 2026 થી પ્રારંભ થઈ રહ્યો છે. આ અભિયાન અંતર્ગત પોરબંદર શહેરમાં તા. 17સપ્ટેમ્બરના રોજ વિવિધ
પોરબંદર  શહેરના વિવિધ સ્થળોએ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘આશીર્વાદનો દીવડો’ પ્રગટાવાશે.


પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.)વડાપ્રધાન

નરેન્દ્ર મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ

અભિયાન’નો તા.17 સપ્ટેમ્બર, 2026 થી પ્રારંભ થઈ રહ્યો છે. આ અભિયાન

અંતર્ગત પોરબંદર શહેરમાં તા. 17સપ્ટેમ્બરના રોજ વિવિધ સ્થળોએ ‘આશીર્વાદનો

દીવડો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત દીપ પ્રાગટ્ય

કરી વડાપ્રધાનની જનસેવા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવશે.

પોરબંદર

શહેરમાં તા.17 સપ્ટેમ્બર, 2026ના રોજ સાંજે 6:30 કલાકે અસ્માવતી ઘાટ, સાંજે 7:00 કલાકે સુદામા ચોક તથા ત્યારબાદ સાંજે 7:30 કલાકે ઝુંડાળા બરડાઈ બ્રાહ્મણ સમાજની

વંડી ખાતે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત દીવડાઓ પ્રગટાવવામાં આવશે.

ઉપરાંત પોરબંદર શહેરના તમામ વોર્ડમાં વિવિધ સ્થળોએ આવેલા મંદિરો ખાતે પણ

‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાશે. શહેરના રાજમહેલ, ખીજડી પ્લોટ, ગાંધી સ્મૃતિભવન-ચોપાટી, કીર્તિ મંદિર, રોકડિયા હનુમાન મંદિર તથા GMERS હોસ્પિટલ સહિતના વિવિધ સ્થળોએ પણ સાંજના સમયે દીવડાઓ

પ્રગટાવવામાં આવશે.

‘આશીર્વાદનો

દીવડો’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્થળોએ દીપ પ્રાગટ્ય કરી જનસેવા અને સેવાભાવના

સંકલ્પ સાથે આ અવસરની ઉજવણી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande