
પાટણ, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ બાઈક યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા સિદ્ધપુર પહોંચતા સ્થાનિક ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત સહિતના આગેવાનો અને કાર્યકરોએ યાત્રિકોનું સ્વાગત કર્યું હતું. સ્વાગત બાદ યાત્રા સિદ્ધપુરથી વડનગર તરફ આગળ વધી હતી.
સેવા સંકલ્પ બાઈક યાત્રાને 17 સપ્ટેમ્બરે વડનગરથી વારાણસી સુધીના રૂટ પર વિધિવત રીતે રવાના કરવામાં આવશે. વડનગરથી શરૂ થનારી આ યાત્રા વારાણસી પહોંચશે અને જનસેવા તથા રાષ્ટ્રનિર્માણનો સંદેશ ફેલાવશે. સિદ્ધપુરમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય સહિતના આગેવાનોએ બાઈક રેલીમાં ભાગ લીધો હતો અને યાત્રિકોને આગળના પડાવ માટે રવાના કર્યા હતા.
સ્વાગત કાર્યક્રમમાં સ્વરૂપજી ઠાકોર, ભરત પંડ્યા, અનિલ પટેલ, વિજય પંડ્યા, સીતાબેન પટેલ, રમેશભાઈ સિંધવ, ભાવેશ પટેલ, સંજય પટેલ, લાલજીભાઈ દેસાઈ, બાબુજી ઠાકોર, મુકેશભાઈ ચૌધરી, કૌશલભાઈ જોશી, વિષ્ણુભાઈ પટેલ અને રણજીતસિંહ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત તાલુકા અને શહેર સંગઠનના મહામંત્રીઓ, હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો તથા સ્થાનિક નાગરિકોએ પણ હાજરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ