વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર નિતિન નવીને શુભેચ્છાઓ પાઠવી, 'આશીર્વાદનો દીવો' પ્રગટાવવાની અપીલ કરી
નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.). ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવતા તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને નિરંતર રાષ્ટ્રસેવાની શક્તિની કામના કરી. તેમણે વડાપ્રધાનને 140 કરોડ દેશવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.). ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવતા તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને નિરંતર રાષ્ટ્રસેવાની શક્તિની કામના કરી. તેમણે વડાપ્રધાનને 140 કરોડ દેશવાસીઓના નેતૃત્વકર્તા અને રાષ્ટ્રસેવાના પ્રતીક ગણાવ્યા.

ગુરુવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વીડિયો શેર કરતા નિતિન નવીને કહ્યું કે, 'રાષ્ટ્ર પ્રથમ'ના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાર્વજનિક જીવનયાત્રા સેવા, સુશાસન અને જનકલ્યાણની પ્રેરક ગાથા રહી છે. તેમણે કહ્યું કે, આ યાત્રા ફક્ત એક વ્યક્તિની નહીં, પરંતુ દેશવાસીઓના સામૂહિક સપનાઓને દિશા આપવાની યાત્રા પણ છે.

ભાજપ અધ્યક્ષે કહ્યું કે, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ભારત વિકાસ અને આત્મનિર્ભરતાના નવા આયામો સર કરી રહ્યું છે તથા વિશ્વ ફલક પર પોતાની ઓળખ અને સામર્થ્યને સતત મજબૂત કરી રહ્યું છે. તેમણે ઈશ્વર પાસે વડાપ્રધાન મોદીને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને નિરંતર રાષ્ટ્રસેવાની શક્તિ પ્રદાન કરવા માટે પ્રાર્થના કરી.

આ પહેલા વડાપ્રધાનના સાર્વજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે નિતિન નવીને દેશવાસીઓને 17 સપ્ટેમ્બરની સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે પોતાના ઘરોમાં 'આશીર્વાદનો દીવો' પ્રગટાવવાની અપીલ કરી છે. આ અભિયાન હેઠળ વડાપ્રધાન પ્રત્યે શુભેચ્છાઓ અને આશીર્વાદ વ્યક્ત કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.

નિતિન નવીન આ અવસરે ઉજ્જૈનના રામ ઘાટ પર 'આશીર્વાદનો દીવો' પ્રગટાવીને કાર્યક્રમોની શરૂઆત કરશે. નિતિન નવીન સવારે ભાજપ મુખ્યાલયમાં આયોજિત રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન પણ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande