
બીજિંગ, નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.). સર્બિયાના દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે, આગામી ચાઇના ઓપનમાં ભાગ લેવાની પુષ્ટિ કરી છે. એટીપી-500 ટુર્નામેન્ટનું આયોજન બીજિંગમાં 28 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી કરવામાં આવશે.
જોકોવિચે બુધવારે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા જણાવ્યું કે, મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે હું ઘણા વર્ષો પછી બીજિંગમાં ચાઇના ઓપન રમવા માટે પાછો આવી રહ્યો છું.
39 વર્ષીય જોકોવિચ 11 વર્ષ પછી આ ટુર્નામેન્ટમાં વાપસી કરશે. ચાઇના ઓપનમાં વિશ્વના નંબર વન ખેલાડી યાનિક સિનર અને તાજેતરમાં યુએસ ઓપનનો ખિતાબ જીતનાર એલેક્ઝાન્ડર ઝ્વેરેવ પણ ભાગ લેશે.
જોકોવિચે કહ્યું, હું તમારા બધાની સામે નેશનલ ટેનિસ સેન્ટરમાં પાછો આવીને રમવા માટે ઉત્સાહિત છું. આ ટેનિસની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. મારા કરિયરમાં આ સ્થળ સાથે ઘણી શાનદાર યાદો અને મોટી સફળતાઓ જોડાયેલી રહી છે.
જોકોવિચ માટે આ ટુર્નામેન્ટ અમેરિકી ઓપનમાં નિરાશાજનક પ્રદર્શન પછી વાપસીનો મોકો હશે. તેમને અમેરિકી ઓપનના પહેલા રાઉન્ડમાં મારિયાનો નવોનેના હાથે ચોંકાવનારી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર પછી તેઓ આઠ વર્ષમાં પહેલીવાર એટીપીની ટોપ-10 રેન્કિંગમાંથી બહાર થઈ ગયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ