બાંગ્લાદેશમાં ભારત સાથે થયેલા 101 કરારોની સમીક્ષા અંગે સત્તાવાર માહિતી મળી નથી : જયસ્વાલ
નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.). ભારતે શુક્રવારે જણાવ્યું કે, બાંગ્લાદેશની નવી સરકાર દ્વારા અગાઉની અવામી લીગ સરકાર દરમિયાન ભારત સાથે થયેલા 101 કરારોની સમીક્ષા કરવા સંબંધિત મીડિયા રિપોર્ટ્સની જાણકારી છે, પરંતુ આ સંબંધમાં ઢાકા તરફથી ભારતને સત્તાવાર
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ


નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.). ભારતે શુક્રવારે જણાવ્યું કે, બાંગ્લાદેશની નવી સરકાર દ્વારા અગાઉની અવામી લીગ સરકાર દરમિયાન ભારત સાથે થયેલા 101 કરારોની સમીક્ષા કરવા સંબંધિત મીડિયા રિપોર્ટ્સની જાણકારી છે, પરંતુ આ સંબંધમાં ઢાકા તરફથી ભારતને સત્તાવાર રીતે કંઈ જ જણાવવામાં આવ્યું નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે દ્વિ-સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું, “અમે પણ આ મામલા સંબંધિત કેટલાક મીડિયા રિપોર્ટ્સ જોયા છે, પરંતુ અમને સત્તાવાર રીતે કંઈ જ જણાવવામાં આવ્યું નથી.”

તેમણે કહ્યું, “દેખીતી રીતે ભારત પોતાના હિતોના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેશે.”

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પ્રભાત મિશ્રા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande