પાટણની રાણી કી વાવના 3D પ્રોજેક્ટને વધુ એક રાષ્ટ્રીય એવોર્ડનું સન્માન મળ્યું
પાટણ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણની ઐતિહાસિક રાણી કી વાવને ટેક્નોલોજી અને ઇમર્સિવ સ્ટોરીટેલિંગથી જીવંત બનાવવાના 3D પ્રોજેક્શન મેપિંગ પ્રોજેક્ટને વધુ એક રાષ્ટ્રીય સન્માન મળ્યું છે. AURA Bright Light India Pvt. Ltd.ને System Integration India Award 2
પાટણની રાણી કી વાવના 3D પ્રોજેક્ટને વધુ એક રાષ્ટ્રીય એવોર્ડનું સન્માન મળ્યું.


પાટણ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણની ઐતિહાસિક રાણી કી વાવને ટેક્નોલોજી અને ઇમર્સિવ સ્ટોરીટેલિંગથી જીવંત બનાવવાના 3D પ્રોજેક્શન મેપિંગ પ્રોજેક્ટને વધુ એક રાષ્ટ્રીય સન્માન મળ્યું છે. AURA Bright Light India Pvt. Ltd.ને System Integration India Award 2026 એનાયત થયો છે.

Tourism Corporation of Gujarat Limited (TCGL) દ્વારા વિકસાવવામાં આવેલા આ પ્રોજેક્ટમાં અદ્યતન પ્રોજેક્શન ટેક્નોલોજી, ક્રિએટિવ વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગ અને અત્યાધુનિક AV સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વિશાળ ઐતિહાસિક ધરોહર પર પ્રોજેક્શન મેપિંગ માટે ટેક્નિકલ આયોજન, પ્રોજેક્શન એલાઇનમેન્ટ, મીડિયા સર્વર અને કંટ્રોલ સિસ્ટમ સહિતની કામગીરી કરવામાં આવી હતી. વિવિધ ટીમોના સંકલનથી પ્રોજેક્ટનું સફળ અમલીકરણ થયું.

આ પ્રોજેક્ટ માટે કંપનીને અગાઉ WOW ASIA 2026 Award પણ મળ્યો હતો. હવે System Integration India Award મળતાં રાણી કી વાવનો આ પ્રોજેક્ટ ફરી રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande