પતિ સામેની ફરિયાદમાં મદદ કરવાનું કહી પરિણીતાને બોલાવી દુષ્કર્મ, ફોટા વાયરલ કરવાની ધમકીનો આરોપ
સુરત, 18 સપ્ટેમ્બર (હિ.સ.) સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પરિણીતાએ RTO એજન્ટ સામે ગંભીર ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આક્ષેપ છે કે પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં મદદ કરવાની વાત કહી સાગર રાજુભાઈ પાટીલે તેને હોટલમાં બોલાવી હતી. ત્યાં
Rape case


સુરત, 18 સપ્ટેમ્બર (હિ.સ.) સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પરિણીતાએ RTO એજન્ટ સામે ગંભીર ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આક્ષેપ છે કે પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં મદદ કરવાની વાત કહી સાગર રાજુભાઈ પાટીલે તેને હોટલમાં બોલાવી હતી. ત્યાં લગ્ન કરવાનું વચન આપી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આરોપીએ અંગત પળોના ફોટા પોતાના મોબાઇલમાં લઈ લીધા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદ મુજબ, ફોટા સોશિયલ મીડિયા પર મૂકવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી મહિલાને બ્લેકમેઇલ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2026થી અત્યાર સુધી હોટલ ઉપરાંત મહિલાના ઘર અને આરોપીના ઘરે પણ બોલાવી વારંવાર જબરદસ્તી સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મહિલા અને તેની માતા સાથે બોલાચાલી દરમિયાન જાતિવિષયક અપશબ્દો બોલી અપમાનિત કરી હોવાનો પણ આરોપ છે. ફરિયાદમાં માર મારવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

મહિલાની ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે સાગર પાટીલ વિરુદ્ધ BNSની સંબંધિત કલમો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રાથમિક સ્થળ તપાસ કરવામાં આવી છે અને વધુ તપાસની જવાબદારી ACP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande