
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (ડીયુએસયુ) ની ચૂંટણી દરમિયાન નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ) સાથે સંકળાયેલી એક વિદ્યાર્થીની નકલી ઓળખપત્રનો ઉપયોગ કરીને મત આપવા પહોંચતા લૉ સેન્ટરમાં પકડાઈ ગઈ હતી.
ભાજપના રાષ્ટ્રીય મીડિયા સહ-સંયોજક સિદ્ધાર્થ યાદવે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી સતત મત ચોરી નો મુદ્દો ઉઠાવે છે, જ્યારે તેમની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ સાથે સંકળાયેલા કાર્યકરો નકલી ઓળખપત્રો સાથે મતદાન કરવા માટે આવ્યા હતા અને પકડાયા હતા.
સિદ્ધાર્થ યાદવે કહ્યું કે રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ અને યુવાનોની માફી માંગવી જોઈએ. તેમણે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવી રાખવાની જવાબદારી તમામ રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠનોની છે.
નોંધનીય છે કે, DUSU ચૂંટણી માટે શુક્રવારે મતદાન થયું હતું. આજે મતગણતરી ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર/વિજયલક્ષ્મી/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ