
ગીર સોમનાથ, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યને 25 વર્ષ પૂર્ણ થયા તે અંતર્ગત કાજલી મુકામે ભારતીય જનતાપાર્ટી દ્વારા ભવ્ય મેગા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા બ્લડ ડોનેટ કેમ્પમાં બોળીહી સંખ્યામાં યુવાનોએ હાજરી આપી અને એક સેવારૂપી કાર્ય કરવામાં આવ્યું હતું. તેમાં બોહળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના વેરાવળ શહેર તથા વેરાવળ તાલુકા ગ્રામ્ય પંથક માંથી કાર્યકરો અને યુવાનોએ બ્લડ ડોનેટ એકત્રિત કર્યું હતું.
આ બ્લડ ડોનેટ કેમ્પમાં 225 થી પણ વધારે બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવી હતી.
આવું જ એક સેવાકીય કાર્યક્રમ આવનારા દિવસોમાં સુંદર મજાનું વૃક્ષ રોપણનું પણ એક આયોજન કરવામાં આવશે. રાજ્ય સભાના યુવા સાંસદ માનસીહભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ