નવા સાંગાણા, જાલવદર, બેવડા સહિત ગામોમાં ભારે વરસાદ, નદીમાં ઘોડાપૂર
ભાવનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : તળાજા તાલુકાના નવા સાંગાણા, જાલવદર, બેવડા સહિત આસપાસના ગામોમાં આજે ભારે વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં ચોમેર પાણી જોવા મળ્યું હતું. લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી ખેડૂતો અને ગ્રામજનોમાં રાહતની લાગણી જોવા મળી હતી. ભારે
વરસાદ પડતા ઘોડા પૂર


ભાવનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : તળાજા તાલુકાના નવા સાંગાણા, જાલવદર, બેવડા સહિત આસપાસના ગામોમાં આજે ભારે વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં ચોમેર પાણી જોવા મળ્યું હતું. લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી ખેડૂતો અને ગ્રામજનોમાં રાહતની લાગણી જોવા મળી હતી. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

આજે પડેલા ધોધમાર વરસાદને કારણે ગામડાઓમાંથી પસાર થતી નદીઓ અને નાળાઓમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો. નદીમાં ઘોડાપૂર આવતા આસપાસના વિસ્તારોમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો હતો. જેના કારણે ગ્રામજનોમાં કુદરતી નદી-નાળાઓના પાણીના પ્રવાહને લઈને સાવચેતી જોવા મળી હતી.

વરસાદના કારણે રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળતાં વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને નદી અને નાળા નજીકના માર્ગો ઉપર પાણીનો પ્રવાહ વધતાં સ્થાનિક લોકો દ્વારા સાવચેતી રાખવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande