વડાપ્રધાન અને અન્યોએ, પત્રકાર પાયલ મહેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો.
નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા પક્ષ-વિપક્ષના નેતાઓએ રવિવારે વરિષ્ઠ પત્રકાર પાયલ મહેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો. વડાપ્રધાન મોદીએ એક્સ પર કહ્યું કે, પાયલ મહ
પત્રકાર


નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા પક્ષ-વિપક્ષના નેતાઓએ રવિવારે વરિષ્ઠ પત્રકાર પાયલ મહેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો.

વડાપ્રધાન મોદીએ એક્સ પર કહ્યું કે, પાયલ મહેતા એક મહેનતુ પત્રકાર હતાં જેઓ જમીન સાથે જોડાયેલાં રહ્યાં અને તેમના રિપોર્ટિંગમાં રાષ્ટ્રીય મુદ્દાઓની ઊંડી સમજ લાવ્યાં. તેમના કામ ઉપરાંત, તેમને તે દયા અને સ્નેહ માટે યાદ કરવામાં આવશે જેનાથી તેમણે ઘણા લોકોના જીવનને પ્રભાવિત કર્યા. તેમનું અચાનક અને અકાળે અવસાન અત્યંત દુઃખદ છે. તેમના પરિવાર, મિત્રો અને સહકર્મીઓ પ્રત્યે મારી સંવેદનાઓ. ઈશ્વર તેમને આ મુશ્કેલ સમયમાં હિંમત આપે. ઓમ શાંતિ.

ઓમ બિરલાએ કહ્યું કે મેધાવી, વરિષ્ઠ પત્રકાર પાયલ મહેતા લાંબા સમયથી સંસદના સમાચારોને કવર કરી રહ્યાં હતાં. તેમનું અવસાન પત્રકારત્વ માટે ઊંડી ક્ષતિ છે. ઈશ્વરને પ્રાર્થના છે કે દિવંગત આત્માને શાંતિ તથા શોકસંતપ્ત પરિવારને શક્તિ પ્રદાન કરે.

રાજનાથ સિંહે કહ્યું કે, પાયલ એક અત્યંત મહેનતુ અને સમર્પિત પત્રકાર હતાં, જેમણે પૂરી નિષ્ઠા અને વ્યાવસાયિકતા સાથે સંસદની કાર્યવાહીને કવર કરી. સંસદ સત્ર દરમિયાન, તેઓ સવારથી મોડી રાત સુધી હાજર રહેતા હતાં, થાક્યા વિના કાર્યવાહી પર નજર રાખતા હતાં અને અદ્ભુત સમર્પણ સાથે પોતાનું કામ કરતા હતાં.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, પાયલ મહેતા એક ઉત્તમ વ્યાવસાયિક હતાં, જેઓ કોઈપણ મુદ્દા સાથે જોડાયેલી દરેક માહિતી પોતાના વાચકો અને દર્શકો સુધી પહોંચાડવા માટે સમર્પિત રહેતા હતાં. તેઓ એક મિલનસાર અને સ્નેહપૂર્ણ વ્યક્તિત્વના ધની હતાં. આવા પ્રતિભાશાળી અને મહેનતુ પત્રકારનું અકાળે અવસાન પત્રકારત્વ જગત માટે એક અપૂરણીય ક્ષતિ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું કે, એક પ્રતિભાશાળી અને જુસ્સાદાર પત્રકાર તરીકે, પાયલ મહેતાને તેમના કામ પ્રત્યેના સમર્પણ અને નેક દિલ સ્વભાવ માટે યાદ કરવામાં આવશે. તેમનું અકાળે અવસાન સમગ્ર પત્રકારત્વ બિરાદરી માટે એક અપૂરણીય ક્ષતિ છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે, પાયલને તેમના શાંત સ્વભાવ, પત્રકારત્વ પ્રત્યેની ઊંડી સમજ, વિચારીને પૂછવામાં આવેલા પ્રશ્નો અને પોતાના કામ પ્રત્યેની તેમની ઈમાનદારી માટે યાદ કરવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને કહ્યું કે, પાયલ મહેતા તેમની સખત મહેનત, રાષ્ટ્રીય મુદ્દાઓની ઊંડી સમજ અને જેમના પણ સંપર્કમાં તેઓ આવ્યાં, તેમના પ્રત્યેના પોતાના અનોખા સ્નેહપૂર્ણ વ્યવહાર માટે જાણીતા હતાં. તેમનું અકાળે અવસાન મીડિયા જગત માટે એક મોટી ક્ષતિ છે.

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, સંસદનું કવરેજ કરનાર પત્રકાર પાયલ મહેતાના અકાળે અવસાનથી દુઃખી છું.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande