કથાથી સુખ તો મળે છે, પણ પરમસુખ મળે તે ઉપલબ્ધિ છે : મોરારિબાપુ
ભાવનગર,20 સપ્ટેમ્બર (હિ.સ.)વ્રજ મંડળના પવિત્ર વન અગ્રવન આગ્રા નગરીમાં મોરારિબાપુના વ્યાસાસને ચાલી રહેલી રામકથા ‘માનસ ઋષિ પંચમી’માં પાંચમા દિવસે મોટી સંખ્યામાં ભાવિકોએ કથાનો લાભ લીધો હતો. આ પ્રસંગે લોકેશ મુની ‘સનાતની’ની ઉપસ્થિતિ પણ રહી હતી. રામકથા
કથા કરી રહેલા મોરારી બાપુ


ભાવનગર,20 સપ્ટેમ્બર (હિ.સ.)વ્રજ મંડળના પવિત્ર વન અગ્રવન આગ્રા નગરીમાં મોરારિબાપુના વ્યાસાસને ચાલી રહેલી રામકથા ‘માનસ ઋષિ પંચમી’માં પાંચમા દિવસે મોટી સંખ્યામાં ભાવિકોએ કથાનો લાભ લીધો હતો. આ પ્રસંગે લોકેશ મુની ‘સનાતની’ની ઉપસ્થિતિ પણ રહી હતી.

રામકથા પ્રવાહ દરમિયાન મોરારિબાપુએ જણાવ્યું કે, ભગવત કથાથી સુખ તો મળે છે, પરંતુ પરમસુખ મળે તે સાચી ઉપલબ્ધિ છે. તેમણે વિવિધ દૃષ્ટાંતો અને સૂત્રોના માધ્યમથી કથાના શ્રવણનું મહત્ત્વ સમજાવ્યું હતું.

મોરારિબાપુએ ‘એક બાર ત્રેતા જુગ માહીં, સંભુ ગયે કુંભજ રિષિ પાહીં...’ ચોપાઈને કેન્દ્રમાં રાખીને રામકથાના પ્રવાહમાં વધુ બોધ આપ્યો હતો. તેમણે કહ્યું કે કથા કોણ સંભળાવી રહ્યું છે અને આપણે ક્યાં બેઠા છીએ તેનું પણ ભાન ન રહે અને કથામાં સંપૂર્ણપણે ડૂબી જઈએ, તે પરમસુખ છે. આ રીતે પરમસુખ સાથે કથા સાંભળનારને પરમેશ્વરની અનુભૂતિ થાય છે.

‘માનસ ઋષિ પંચમી’ ઉપક્રમમાં લોકેશ મુની ‘સનાતની’એ પણ ઉપસ્થિતિ આપી હતી. તેમણે જણાવ્યું કે વિશ્વમાં માનવતાને જગાવવાનું કાર્ય મોરારિબાપુ દ્વારા થઈ રહ્યું છે અને આ કાર્ય પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો હતો.

કરુણાનિધાન સંસ્થા દ્વારા આયોજિત આ કથાના પ્રસંગે રાધા અષ્ટમીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સંકીર્તન દરમિયાન ઉપસ્થિત ભાવિકો ભક્તિભાવમાં ઝૂમી ઉઠ્યા હતા. રામકથાના આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો જોડાય તેવી શક્યતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande