સિહોર અર્બન વિસ્તારમાં વી.બી.ડી. કામગીરી સાથે આયુષ્માન કાર્ડની મેગા ડ્રાઈવ
ભાવનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)સિહોર અર્બન વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આરોગ્યલક્ષી કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. તાલુકાના આરોગ્ય કર્મચારી સ્ટાફ, અર્બન હેલ્થ સેન્ટરના તમામ કર્મચારીઓ, આશા બહેનો તેમજ વેક્ટર કંટ્રોલ ટીમના સંયુક્ત પ્રયાસોથી
આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી


ભાવનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)સિહોર અર્બન વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આરોગ્યલક્ષી કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. તાલુકાના આરોગ્ય કર્મચારી સ્ટાફ, અર્બન હેલ્થ સેન્ટરના તમામ કર્મચારીઓ, આશા બહેનો તેમજ વેક્ટર કંટ્રોલ ટીમના સંયુક્ત પ્રયાસોથી વી.બી.ડી. (વેક્ટર બોર્ન ડિસીઝ) નિયંત્રણ કામગીરી સાથે આયુષ્માન કાર્ડની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કામગીરી અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો દ્વારા શહેરી વિસ્તારમાં ઘર-ઘર સંપર્ક કરી લોકોમાં મચ્છરજન્ય રોગો અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. મચ્છરના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે પાણી ભરાઈ રહેતા સ્થળોની તપાસ, મચ્છરના ઉત્પત્તિ સ્થાનો દૂર કરવા તેમજ નાગરિકોને આસપાસનો વિસ્તાર સ્વચ્છ અને પાણી ભરાવાથી મુક્ત રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વેક્ટર કંટ્રોલ ટીમ દ્વારા પણ જરૂરી તકેદારી અને નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ સાથે નાગરિકોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવાના હેતુથી આયુષ્માન કાર્ડની મેગા ડ્રાઈવ પણ યોજાઈ હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા પાત્ર લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ અંગે માહિતી આપી તેની નોંધણી અને જરૂરી પ્રક્રિયામાં સહાય કરવામાં આવી હતી. સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનો વધુમાં વધુ લાભ લોકો સુધી પહોંચે તે માટે ટીમ દ્વારા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વી.બી.ડી. નિયંત્રણ અને આયુષ્માન કાર્ડની કામગીરી એકસાથે હાથ ધરાતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકોને રોગપ્રતિકારક પગલાં તેમજ સરકારી આરોગ્ય સુવિધાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરીમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા બહેનો અને વેક્ટર કંટ્રોલ ટીમનો સંકલિત સહયોગ રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande