મહુવા માર્કેટિંગ યાર્ડમાં 1100 સહકારી આગેવાનોનું સંમેલન યોજાયું
ભાવનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા મહુવા અને જેસર તાલુકાની સેવા સહકારી મંડળીઓના પ્રમુખો, વ્યવસ્થાપક કમિટીના સભ્યો અને મંત્રીઓનું વિશાળ સહકારી સંમેલન માર્કેટિંગ યાર્ડના સરદાર હોલ ખાતે યોજાયું હતું. સંમેલનમાં તાલુકાના આશરે ૧
સંમેલન


ભાવનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા મહુવા અને જેસર તાલુકાની સેવા સહકારી મંડળીઓના પ્રમુખો, વ્યવસ્થાપક કમિટીના સભ્યો અને મંત્રીઓનું વિશાળ સહકારી સંમેલન માર્કેટિંગ યાર્ડના સરદાર હોલ ખાતે યોજાયું હતું. સંમેલનમાં તાલુકાના આશરે ૧૧૦૦ સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં મહુવા BAPS મંદિરના કોઠારી વિનમ્રમુનિદાસ સ્વામી, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, પૂર્વ મંત્રી આરસી મકવાણા, ગારીયાધારના પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, મહુવા તાલુકા ભાજપ પ્રમુખ હકાભાઈ ગોહિલ, મહુવા શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ જાની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગે વિનમ્રમુનિદાસ સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરૂભાઈ કામળિયાના કાર્યકાળને બે વર્ષ પૂર્ણ થતા તેમણે યાર્ડનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, બે વર્ષ દરમિયાન મહુવા યાર્ડ દ્વારા સ્વભંડોળમાંથી રૂ. ૨૧ કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા છે, જ્યારે સરકાર તરફથી રૂ. ૨.૪૦ કરોડની સહાય મળી છે.

ચેરમેને બે વર્ષ દરમિયાન મળેલા સહકાર બદલ સહકારી આગેવાનો અને બોર્ડ ઓફ ડિરેક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ સંમેલનને સંબોધન કર્યું હતું.

સાંસદ ભરતભાઈ સુતરીયાએ પોતે ખેડૂત પુત્ર હોવાથી ખેડૂતોની સમસ્યાઓથી પરિચિત હોવાનું જણાવી ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. અંતે ડિરેક્ટર જીલુભાઈ ભુકણે આભારવિધિ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા યાર્ડના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande