સોમનાથ મંદિર, અમદાવાદ શહેર ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી
- ''અલ્લાહ હું અકબર, ખાલિસ્તાન''નો મેઈલમાં ઉલ્લેખ. અમદાવાદ, 21 સપ્ટેમ્બર (હિ.સ.) : છેલ્લા થોડા સમયથી ગુજરાતની વિવિધ સંસ્થાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેઇલ આવવાનો સિલસિલો યથાવત છે. આજે ફરીથી એક ઇમેઇલ આવ્યો છે, જેમાં સોમનાથ મંદિર, ભાજપ શહેર
somnath temple


- 'અલ્લાહ હું અકબર, ખાલિસ્તાન'નો મેઈલમાં ઉલ્લેખ.

અમદાવાદ, 21 સપ્ટેમ્બર (હિ.સ.) : છેલ્લા થોડા સમયથી ગુજરાતની વિવિધ સંસ્થાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેઇલ આવવાનો સિલસિલો યથાવત છે. આજે ફરીથી એક ઇમેઇલ આવ્યો છે, જેમાં સોમનાથ મંદિર, ભાજપ શહેર કાર્યાલય સહિતની જગ્યાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. આ અંગેની માહિતી મળતાની સાથે પોલીસ સહિતનો કાફલો આ જગ્યાઓ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.

ગુજરાતને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો છે. કોઈ અજાણ્યા શખ્સે ઇમેઇલ મારફતે આતંકી ધમકી આપી છે. ધમકીભર્યા ઇમેઇલની શરૂઆતમાં 'અસલામુ વાલેકુમ, અલ્લાહુ અકબર' લખીને દહેશત ફેલાવવાનો પ્રયાસ કરાયો

ઇમેઇલમાં સોમનાથ મંદિર,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ સેન્ટ્રલ ઓફિસ, તમામ પોલીસકર્મીઓ અને RAW એજન્સીને નિશાન બનાવવાનો ઉલ્લેખ કરાયો છે. અલગ-અલગ લોકેશન પર અગાઉથી જ બોમ્બ ફિટ કરી દેવામાં આવ્યા હોવાનો ઇમેઇલમાં ચોંકાવનારો દાવો કરાયો છે.

ધમકી આપનારે ઇમેઇલમાં ઝેર ઓકતા હિન્દુસ્તાન મુર્દાબાદ અને ભાજપ મુર્દાબાદ જેવા શબ્દોનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. પત્રમાં આતંકી કનેક્શન છતું કરતા પાકિસ્તાન ઝિંદાબાદ અને ખાલિસ્તાન ઝિંદાબાદના નારા પણ લખવામાં આવ્યા. ઇમેઇલના અંતમાં ફરી અલ્લાહુ અકબર લખાયું હતુ. ધમકી મળતા જ રાજ્યની તમામ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ એલર્ટ મોડ પર છે. તપાસનો ધમધમાટ શરૂ કર્યો.

ઈમેલ મારફતે ધમકીની અમદાવાદ શહેર પોલીસને જાણ થઈ હતી, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ખાનપુરમાં ભાજપ કાર્યાલય ખાતે પહોંચી અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તેમજ બોમ્બ સ્કવોડની ટીમને પણ શહેર ભાજપ કાર્યાલય પર રવાના કરવામાં આવી છે. મેયર હિતેશ બારોટ અને શહેર મહામંત્રી ઉમંગ નાયક હાલમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે.

અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઇ પી.બી ખાંભલાએ જણાવ્યું હતું કે, બોમ્બની ધમકીનો ઈમેઇલ મળતા ચેકીંગ કરવામાં આવ્યું હતું. બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી. પરંતુ કઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande