'મહાવીર કર્ણ'માં કર્ણ બન્યા રાઘવ લોરેન્સ, પહેલો લુક જાહેર
મુંબઈ, નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.). નિર્દેશક રમેશ વર્માની આગામી પૅન-ઇન્ડિયા ફિલ્મ ''મહાવીર કર્ણ''નું પહેલું લુક પોસ્ટર જાહેર કરી દેવામાં આવ્યું છે. ફિલ્મમાં દક્ષિણ ભારતીય અભિનેતા રાઘવ લોરેન્સ, મહાભારતના મહાન યોદ્ધા કર્ણની ભૂમિકા ભજવી રહ્યા છ
ફિલ્મ 'મહાવીર કર્ણ'-ફોટો સોર્સ એક્સ


મુંબઈ, નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.). નિર્દેશક રમેશ વર્માની આગામી પૅન-ઇન્ડિયા ફિલ્મ 'મહાવીર કર્ણ'નું પહેલું લુક પોસ્ટર જાહેર કરી દેવામાં આવ્યું છે. ફિલ્મમાં દક્ષિણ ભારતીય અભિનેતા રાઘવ લોરેન્સ, મહાભારતના મહાન યોદ્ધા કર્ણની ભૂમિકા ભજવી રહ્યા છે. આ તેમના કરિયરની પહેલી પૌરાણિક ફિલ્મ છે. પોસ્ટર સામે આવ્યા બાદ રાઘવના પ્રશંસકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા વધી ગઈ છે.

પોસ્ટરમાં રાઘવ લોરેન્સ કર્ણના પાત્રમાં ગંભીર અને ઉગ્ર અંદાજમાં જોવા મળી રહ્યા છે. તેમના લુકમાં યોદ્ધાની છબીને ઉપસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મનું નિર્માણ પેન મૂવીઝના જયંતિલાલ ગાડાએ આરવી સ્ટુડિયોઝ અને શ્રી નીલાદ્રી પ્રોડક્શન્સના સહયોગથી કર્યું છે. નિર્માતાઓ અનુસાર, ફિલ્મને મોટા પાયે તૈયાર કરવામાં આવી રહી છે અને તેનું નિર્માણ લગભગ 150 કરોડ રૂપિયાના બજેટમાં થવાની જાણકારી છે.

'મહાવીર કર્ણ'ને પૅન-ઇન્ડિયા સ્તર પર રિલીઝ કરવાની તૈયારી છે. ફિલ્મ 2027માં તમિલ, હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં દુનિયાભરના સિનેમાઘરોમાં દસ્તક આપશે. મહાભારતના કર્ણની વાર્તાને મોટા પડદા પર નવા અંદાજમાં રજૂ કરનારી આ ફિલ્મમાં રાઘવ લોરેન્સની ભૂમિકા પર દર્શકોની નજર રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande