ઇમ્તિયાઝ અલીના ઘરે ટૂંક સમયમાં શરણાઈ ગુંજશે, દીકરી ઇદાએ સગાઈ કરી
મુંબઈ, નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર (હિ.સ.). ફિલ્મ નિર્દેશક ઇમ્તિયાઝ અલીની દીકરી ઇદા અલીએ, તેના લાંબા સમયના મિત્ર અને બોયફ્રેન્ડ કૃષ અગ્રવાલ સાથે સગાઈ કરી લીધી છે. ખાનગી સમારોહમાં થયેલી આ સગાઈની એક તસવીર ઇમ્તિયાઝ અલીએ સોશિયલ મીડિયા પર શેર કરી. તસવીર સા
ઇદા અને કૃષ -ફોટો સોર્સ એક્સ


મુંબઈ, નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર (હિ.સ.). ફિલ્મ નિર્દેશક ઇમ્તિયાઝ અલીની દીકરી ઇદા અલીએ, તેના લાંબા સમયના મિત્ર અને બોયફ્રેન્ડ કૃષ અગ્રવાલ સાથે સગાઈ કરી લીધી છે. ખાનગી સમારોહમાં થયેલી આ સગાઈની એક તસવીર ઇમ્તિયાઝ અલીએ સોશિયલ મીડિયા પર શેર કરી. તસવીર સાથે તેમણે દીકરી અને ભાવિ જમાઈ માટે પ્રશંસકો અને શુભચિંતકો પાસેથી આશીર્વાદ માંગ્યા.

શેર કરવામાં આવેલી તસવીરમાં ઇદા અને કૃષ એકબીજાને વીંટી પહેરાવતા જોવા મળી રહ્યા છે. આ ખાસ અવસરે ઇદા આછા ગુલાબી રંગના ગાઉનમાં જોવા મળી, જ્યારે કૃષ કાળા રંગની શેરવાનીમાં જોવા મળ્યા. બંનેના ચહેરા પર સગાઈની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. તસવીર શેર કરતા ઇમ્તિયાઝે લખ્યું, તમારા આશીર્વાદ જોઈએ છે. આ પહેલા કૃષે નોર્વેની બર્ફીલી પહાડીઓ વચ્ચે ઘૂંટણિયે બેસીને ઇદાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

ઇદા પણ પિતાની જેમ ફિલ્મ નિર્માણની દુનિયામાં પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે માત્ર 17 વર્ષની ઉંમરે લઘુ ફિલ્મ 'લિફ્ટ'નું નિર્દેશન કર્યું હતું. વળી, રિપોર્ટ્સ અનુસાર કૃષ 24 વર્ષના છે અને એક હેજ ફંડ કંપનીમાં ક્વોન્ટિટેટિવ રિસર્ચર તરીકે કામ કરે છે. ઇદા અને કૃષને ફરવાનો શોખ છે અને બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. સગાઈ પછી હવે બંનેના પરિવારોમાં લગ્નને લઈને તૈયારીઓનો દોર શરૂ થવાની અપેક્ષા છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / ઉદય કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande