
મુંબઈ, નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર (હિ.સ.) ઇમરાન હાશ્મી અને જેનેલિયા ડિસૂઝાની આગામી એક્શન થ્રિલર ફિલ્મ 'ગનમાસ્ટર જી-9'નું પહેલું ગીત 'અફસાના બનાયા આપને' રિલીઝ થઈ ગયું છે. આદિત્ય દત્તના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના ગીતમાં ઇમરાન અને જેનેલિયાના પાત્રો વચ્ચે વિકસતા પ્રેમ અને સંબંધની ભાવનાત્મક ઝલક જોવા મળે છે. ગીત સામે આવતાની સાથે જ તેને લઈને દર્શકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
'અફસાના બનાયા આપને'ને હિમેશ રેશમિયાએ સંગીત આપવાની સાથે તેના બોલ પણ લખ્યા છે. તેમણે અસીસ કૌર સાથે મળીને આ ગીતને પોતાનો અવાજ આપ્યો છે. ગીતમાં ઇમરાન અને જેનેલિયાની જોડી રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રી અને ગીતનું સંગીત ફિલ્મની વાર્તામાં પ્રેમ પાસા તરફ ઇશારો કરે છે. આ ગીત ઇમરાન હાશ્મી અને હિમેશ રેશમિયાની ચર્ચિત સંગીત ભાગીદારીની વાપસી પણ માનવામાં આવી રહ્યું છે.
સોહમ રોકસ્ટાર એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના બેનર હેઠળ બનેલી 'ગનમાસ્ટર જી9'માં અપારશક્તિ ખુરાના પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન આદિત્ય દત્તે કર્યું છે. એક્શન અને રોમાંચથી ભરપૂર આ ફિલ્મમાં ઇમરાન અને જેનેલિયાની જોડીને એક અલગ અંદાજમાં જોવાની તક મળશે. ફિલ્મ 27 નવેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ