બોટાદમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત એમ.બી.બી.એસ. તબીબોની તાલીમ યોજાઈ
બોટાદ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર, બોટાદ ખાતે તા. 21 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર 2026 દરમિયાન બે દિવસીય NTEP (TB) અંતર્ગત MBBS M.O.ની Induction Trainingનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ કાર્યક્રમનો મુ
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત મીટીંગ યોજવામાં આવી


બોટાદ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર, બોટાદ ખાતે તા. 21 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર 2026 દરમિયાન બે દિવસીય NTEP (TB) અંતર્ગત MBBS M.O.ની Induction Trainingનું આયોજન કરવામાં આવ્યું હતું.

તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ ટીબી રોગના નિદાન, સારવાર અને નિયંત્રણ અંગે તબીબી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને વ્યવહારુ માહિતી પૂરી પાડવાનો હતો. તાલીમ દરમિયાન રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમ (NTEP) હેઠળ ટીબીની સારવાર અને તેના નિયંત્રણ માટે અમલમાં રહેલી વિવિધ પ્રક્રિયાઓ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

જિલ્લા ક્ષય અધિકારી દ્વારા તાલીમમાં ઉપસ્થિત તબીબી અધિકારીઓને ટીબીના લક્ષણો, રોગની વહેલી ઓળખ, જરૂરી તપાસ, દર્દીની સારવાર તથા સારવાર દરમિયાન દર્દીની નિયમિત દેખરેખ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ટીબીના દર્દીઓમાં સારવારનું નિયમિત પાલન સુનિશ્ચિત કરવા તેમજ સારવાર અધૂરી ન રહે તે માટે જરૂરી તકેદારી અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત, ટીબીના સંક્રમણને અટકાવવા માટે જનજાગૃતિ, સંભવિત દર્દીઓની સમયસર તપાસ અને રોગના નિદાન બાદ યોગ્ય સારવાર શરૂ કરવાના મહત્વ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ટીબીના કેસોની ઓળખ અને આરોગ્ય તંત્ર સુધી પહોંચાડવામાં પ્રાથમિક આરોગ્ય સેવાઓની ભૂમિકા અંગે પણ તાલીમાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande