
નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગ્રેટર નોઈડાના યમુના એક્સપ્રેસ-વે પર થયેલા સ્લીપર બસ અકસ્માત પર સંવેદના વ્યક્ત કરતા વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષ (પીએમએનઆરએફ) માંથી મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ-પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યું, ''ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં બસમાં આગ લાગવાની ઘટનામાં લોકોના મોત થયાના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરું છું. પીએમએનઆરએફમાંથી મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની અનુગ્રહ રાશિ આપવામાં આવશે. ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.''
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના કાશ્મીરી ગેટથી ઉત્તર પ્રદેશના મહોબા જઈ રહેલી એક ડબલ ડેકર બસમાં બુધવારે મધ્યરાત્રિએ યમુના એક્સપ્રેસ-વેના 33 કિલોમીટર પર આગ લાગી ગઈ. બસમાં તે સમયે 35 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં એક મહિલા સહિત નવ લોકો બળીને મૃત્યુ પામ્યા.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ