સિદ્ધપુરની ક્રિષા બીજવાણી, આફ્રિકામાં બની કોમર્શિયલ પાયલોટ, સિંધી સમાજ માટે ગૌરવની ક્ષણ
પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.)સેલ્સમેન પિતા અને બ્યુટી પાર્લર ચલાવતી માતાની મહેનત રંગ લાવી; મધ્યમવર્ગીય પરિવારમાંથી ઉડી સપનાઓને આપી નવી ઊંચાઈ સિદ્ધપુરના સિંધી સમાજ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. શહેરના મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી ક્રિષા મહેશકુમાર બીજવાણ
સિદ્ધપુરની ક્રિષા બીજવાણીએ આફ્રિકામાં બની કોમર્શિયલ પાયલોટ, સિંધી સમાજ માટે ગૌરવની ક્ષણ


પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.)સેલ્સમેન પિતા અને બ્યુટી પાર્લર ચલાવતી માતાની મહેનત રંગ લાવી; મધ્યમવર્ગીય પરિવારમાંથી ઉડી સપનાઓને આપી નવી ઊંચાઈ

સિદ્ધપુરના સિંધી સમાજ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. શહેરના મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી ક્રિષા મહેશકુમાર બીજવાણીએ આફ્રિકામાં કોમર્શિયલ પાયલોટ તરીકે પોતાની ઓળખ બનાવી છે. તેમની આ સિદ્ધિથી સમગ્ર સિદ્ધપુર સિંધી સમાજમાં આનંદ અને ગર્વની લાગણી જોવા મળી રહી છે.

ક્રિષાના પિતા મહેશકુમાર બીજવાણી સેલ્સમેન તરીકે નોકરી કરવાની સાથે પાનનો ગલ્લો ચલાવી પરિવારની જવાબદારીઓ નિભાવે છે. જ્યારે માતા ભૂમિબેન બીજવાણી બ્યુટી પાર્લર ચલાવી પરિવારને આર્થિક સહારો આપતા રહ્યા છે.

પરિવારની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોવા છતાં માતા-પિતાએ દીકરીના સપનાઓને ક્યારેય અટકવા દીધા નહીં. પોતાની જરૂરિયાતો કરતાં દીકરીના ભવિષ્યને પ્રાધાન્ય આપીને સતત મહેનત અને ત્યાગ કર્યો.

વર્ષોની મહેનત અને સંઘર્ષ બાદ ક્રિષાએ કોમર્શિયલ પાયલોટનું લાયસન્સ મેળવી પોતાના સપનાને સાકાર કર્યું. આજે તે આકાશમાં વિમાન ઉડાવી રહી છે, જે માત્ર તેમના પરિવાર જ નહીં પરંતુ સમગ્ર સિદ્ધપુર સિંધી સમાજ માટે પણ ગૌરવની વાત બની છે.

ક્રિષા બીજવાણીની આ સફળતા, અનેક દીકરીઓ માટે પ્રેરણારૂપ બની છે. તેમની સિદ્ધિ એ સંદેશ આપે છે કે, પરિસ્થિતિ ભલે સામાન્ય હોય, પરંતુ મહેનત, આત્મવિશ્વાસ અને સતત પ્રયત્નોથી મોટા સપનાઓ પણ સાકાર થઈ શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande