મહુવા માર્કેટિંગ યાર્ડમાં 1798 ગુણી મગફળીની આવક, વિવિધ જણસોના ભાવમાં વધઘટ
ભાવનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસોની આવક નોંધાઈ હતી. ખેડૂતો મગફળી, કપાસ, ડુંગળી, નારિયેળ સહિતની જણસો વેચાણ માટે યાર્ડમાં લાવ્યા હતા. આજે ખાસ કરીને મગફળીની 1798 ગુણીની આવક નોંધાઈ હતી. મગફળી-
મહુવા માર્કેટિંગ યાર્ડ


ભાવનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસોની આવક નોંધાઈ હતી. ખેડૂતો મગફળી, કપાસ, ડુંગળી, નારિયેળ સહિતની જણસો વેચાણ માટે યાર્ડમાં લાવ્યા હતા. આજે ખાસ કરીને મગફળીની 1798 ગુણીની આવક નોંધાઈ હતી.

મગફળી-39નો ભાવ પ્રતિ મણ રૂ.702થી રૂ.1500 સુધી રહ્યો હતો. જ્યારે મગફળી મીનાક્ષીનો ભાવ રૂ.978થી રૂ.1200, મગફળી-32નો ભાવ રૂ.855થી રૂ.1267 અને મગફળી ટીજેનો ભાવ રૂ.847થી રૂ.1100 સુધી રહ્યો હતો.

આજે નારિયેળની 9863 નંગની આવક થઈ હતી. નારિયેળના ભાવ રૂ.500થી રૂ.3045 સુધી રહ્યા હતા. ગઈકાલની સરખામણીએ નારિયેળના ભાવમાં રૂ.31નો ઘટાડો નોંધાયો હતો.

ડુંગળીની વાત કરીએ તો લાલ ડુંગળીના 1436 કટ્ટાની આવક નોંધાઈ હતી. તેના ભાવ રૂ.141થી રૂ.805 સુધી રહ્યા હતા અને ગઈકાલની સરખામણીએ રૂ.67નો ઘટાડો થયો હતો. સફેદ ડુંગળીના 822 કટ્ટાની આવક સામે ભાવ રૂ.272થી રૂ.659 સુધી રહ્યા હતા, જેમાં રૂ.238નો વધારો નોંધાયો હતો.

આ ઉપરાંત ઘઉં ટુકડાના 368 કટ્ટાની આવક થઈ હતી અને ભાવ રૂ.488થી રૂ.641 સુધી રહ્યા હતા. સફેદ તલના ભાવ રૂ.2000થી રૂ.2413 અને કાળા તલના ભાવ રૂ.1700થી રૂ.3440 સુધી રહ્યા હતા. તલની કુલ 136 કટ્ટાની આવક નોંધાઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande