પાટણ પોક્સો કોર્ટમાં ૨૧ વર્ષીય યુવકને, તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યો.
પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણની પોક્સો કોર્ટે સોશિયલ મીડિયા પર કથિત હેરાનગતિ, અશ્લીલ ફોટા માંગવા અને બ્લેકમેલિંગના કેસમાં ૨૧ વર્ષીય યુવકને, તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટે નોંધ્યું કે, પ્રોસિક્યુશન આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું.
પાટણ પોક્સો કોર્ટમાં ૨૧ વર્ષીય યુવકને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યો.


પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણની પોક્સો કોર્ટે સોશિયલ મીડિયા પર કથિત હેરાનગતિ, અશ્લીલ ફોટા માંગવા અને બ્લેકમેલિંગના કેસમાં ૨૧ વર્ષીય યુવકને, તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટે નોંધ્યું કે, પ્રોસિક્યુશન આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું.

કેસ પાટણમાં રહેતી એક વિદ્યાર્થીની સાથે સંકળાયેલો હતો. ૨૦૨૨માં ધોરણ ૧૨ સાયન્સ પાસ કર્યા બાદ તે NEETની ઓનલાઈન તૈયારી કરતી હતી. દીકરીના વર્તનમાં ફેરફાર જણાતા પિતાએ પૂછપરછ કરી હતી. બાદમાં દીકરીએ ચાઈલ્ડ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો અને કાઉન્સેલિંગ બાદ પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મુજબ, ઓનલાઈન ક્લાસ દરમિયાન યુવકે વિદ્યાર્થીનીનો સંપર્ક કર્યો હતો અને લગ્નની લાલચ આપી ફરવા જવા દબાણ કર્યું તેમજ અશ્લીલ ફોટા માંગીને બ્લેકમેલ કર્યાનો આક્ષેપ હતો. જોકે, સુનાવણી દરમિયાન વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, આરોપી તેને ક્યારેય રૂબરૂ મળ્યો નહોતો. જપ્ત કરાયેલા મોબાઈલ કે, ટેબ્લેટમાંથી પણ અશ્લીલ ચેટ, ફોટા કે વીડિયો કોલ અંગેના ફોરેન્સિક પુરાવા મળ્યા નહોતા.

પોક્સો કોર્ટના જજ એમ. એ. શેખે ચુકાદામાં જણાવ્યું કે, ઘટના સમયે વિદ્યાર્થીની સગીર હતી તે સાબિત થાય છે, પરંતુ આરોપીએ સતામણી કરી કે, અશ્લીલ સામગ્રી મોકલી હોવાના આરોપો સાબિત થયા નથી. ૩ વર્ષ, ૧૦ મહિના અને ૨૧ દિવસ ચાલેલા કેસમાં, યુવક ટ્રાયલ દરમિયાન ૨ મહિના અને ૧૯ દિવસ જેલમાં રહ્યો હતો. કોર્ટે તેને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરવાનો આદેશ આપ્યો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande