સિદ્ધપુર તાલુકાના દેથલીમાં ‘ચટણી’ ફિલ્મની ટીમની શુભેચ્છા મુલાકાત.
પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના દેથલી ખાતે ગુજરાતી ફિલ્મ ‘ચટણી’ ની ટીમે શુભેચ્છા મુલાકાત લીધી હતી. પ્રયોશા ગ્રુપ દ્વારા પ્લેનેટ થિયેટરના સહયોગથી પેરેડાઇઝ વિલા ખાતે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મની ટીમન
સિદ્ધપુર તાલુકાના દેથલીમાં ‘ચટણી’ ફિલ્મની ટીમની શુભેચ્છા મુલાકાત.


સિદ્ધપુર તાલુકાના દેથલીમાં ‘ચટણી’ ફિલ્મની ટીમની શુભેચ્છા મુલાકાત.


પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના દેથલી ખાતે ગુજરાતી ફિલ્મ ‘ચટણી’ ની ટીમે શુભેચ્છા મુલાકાત લીધી હતી. પ્રયોશા ગ્રુપ દ્વારા પ્લેનેટ થિયેટરના સહયોગથી પેરેડાઇઝ વિલા ખાતે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મની ટીમના આગમનને લઈને સ્થાનિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

કાર્યક્રમમાં ફિલ્મના મુખ્ય કલાકારો મલ્હાર ઠાકર, પૂજા જોશી અને પ્રશાંત બારોટ તેમજ ફિલ્મના પ્રોડ્યુસર નિલેશ મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ પણ પોતાની ટીમ સાથે હાજર રહ્યા હતા અને ફિલ્મના કલાકારો સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્લેનેટ થિયેટરની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. શુભેચ્છા મુલાકાત બાદ આમંત્રિત મહેમાનો અને સ્થાનિક લોકોએ પ્લેનેટ મૂવી ખાતે ગુજરાતી ફિલ્મ ‘ચટણી’ ની ખાસ રજૂઆત નિહાળી હતી. કાર્યક્રમ દરમિયાન ફિલ્મને લઈને કલાકારો અને દર્શકો વચ્ચે ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande