લાહરીઘાટમાં બ્રહ્મપુત્ર નદીમાં મુસાફરોથી ભરેલી હોડી ડૂબી, ચાર ગુમ
મોરીગાંવ (અસમ), નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર (હિ.સ.). અસમના લાહરીઘાટમાં બ્રહ્મપુત્ર નદીમાં મુસાફરોથી ભરેલી એક હોડી ડૂબી જતાં ખળભળાટ મચી ગયો. દુર્ઘટના બાદ ચાર મુસાફરો ગુમ હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે ઘણા મુસાફરોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. પ
લાહરીઘાટમાં બ્રહ્મપુત્ર નદીમાં મુસાફરોથી ભરેલી હોડી ડૂબી, ચાર ગુમ


મોરીગાંવ (અસમ), નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર (હિ.સ.). અસમના લાહરીઘાટમાં બ્રહ્મપુત્ર નદીમાં મુસાફરોથી ભરેલી એક હોડી ડૂબી જતાં ખળભળાટ મચી ગયો. દુર્ઘટના બાદ ચાર મુસાફરો ગુમ હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે ઘણા મુસાફરોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.

પ્રારંભિક માહિતી અનુસાર, હોડીમાં બાળકો અને મહિલાઓ સહિત કુલ 11 મુસાફરો સવાર હતા. હોડી નદીમાં ડૂબતા જ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ. ગુમ થયેલા મુસાફરોની શોધખોળ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

દુર્ઘટનાના કારણો અને ગુમ થયેલા મુસાફરોની સ્થિતિ અંગે હાલ વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande