ગુજરાતના વડોદરા-સુરતમાં, કોંગ્રેસનો જ્ઞાનેશ ગદ્દાર'ના પોસ્ટર સાથે વિરોધ,પોલીસ વચ્ચે ઘર્ષણ
- રાજકોટમાં શહેર કોંગ્રેસ દ્વારા યુવા કાર્યકરને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું મહોરું પહેરાવી, દોરડાથી બાંધીને કલેક્ટર કચેરી સુધી લઈ જવામાં આવ્યો અમદાવાદ,28 સપ્ટેમ્બર (હિ.સ.) દેશભરમાંથી SIR પ્રક્રિયાના વિરોધમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાન
Congress protests with 'Gyanesh Gaddar' poster in Vadodara-Surat, rajkot


Congress protests with 'Gyanesh Gaddar' poster in Vadodara-Surat, rajkot


- રાજકોટમાં શહેર કોંગ્રેસ દ્વારા યુવા કાર્યકરને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું મહોરું પહેરાવી, દોરડાથી બાંધીને કલેક્ટર કચેરી સુધી લઈ જવામાં આવ્યો

અમદાવાદ,28 સપ્ટેમ્બર (હિ.સ.) દેશભરમાંથી SIR પ્રક્રિયાના વિરોધમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના . વોટ ચોર, ગાદી છોડ ના નારા સાથે તાત્કાલિક રાજીનામાની માગ સાથે વિપક્ષો વિરોધ પ્રદર્શન કરી રાય છે, આજે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વડોદરા-સુરત અને રાજકોટમાં વિરોધ પ્રદર્શન કર્યા.

દેશભરમાંથી SIR પ્રક્રિયાના નામે 13 કરોડ જેટલા મતદારોના નામ રદ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે દેશભરમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માગ સાથે આજે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

રાજકોટ, વડોદરા, સુરત અને જૂનાગઢ જેવા મુખ્ય શહેરોમાં કોંગ્રેસી કાર્યકરોએ કાળા કપડાં ધારણ કરી, સૂત્રોચ્ચાર અને ચક્કાજામ કરીને ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

રાજકોટમાં જ્ઞાનેશ કુમારનું મહોરું પહેરાવી ગદ્દારના પોસ્ટર સાથે વિરોધ

રાજકોટમાં શહેર કોંગ્રેસ દ્વારા એક યુવા કાર્યકરને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું મહોરું પહેરાવી, દોરડાથી બાંધીને કલેક્ટર કચેરી સુધી લઈ જવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજાએ જ્ઞાનેશ કુમારનું મહોરું પહેરનારને ઘૂંટણીએ બેસાડ્યો હતો અને બોચી પકડીને ચલાવ્યો હતો. આ પ્રતિકાત્મક પ્રદર્શન દ્વારા કોંગ્રેસે ચૂંટણી પંચની સ્વાયત્તતા સામે પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે આ તકે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકાર જે કામ કરી શકતી નથી તે કોંગ્રેસે કરીને બતાવ્યું છે.

સુરતમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વોટ ચોર, ગાદી છોડ ના નારા સાથે કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં ઘૂસવાનો પ્રયાસ કરતા પોલીસ બેરિકેડ્સ તોડી પાડ્યા હતા.

મહિલા કાર્યકરોએ દિલ્હીમાં અને બિહારમાં લાગેલા GEN-Zના 'એ અંદર કી બાત હૈ, પોલીસ હમારે સાથ હૈ'ના નારા લગાવ્યાં હતાં.પોલીસે રસ્તો રોકનારા કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી, જેમાં એક કાર્યકર પોલીસ વાનની સામે સૂઈ જતાં સ્થિતિ વણસી હતી. મહિલાઓની પણ ટીંગાટોળી સાથે અયકાયત કરાઈ હતી.

વડોદરામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો કાળા વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરી રસ્તા પર ઉતર્યા હતા. શહીદ ભગતસિંહની તસવીરો અને “સ્વાયત્ત ચૂંટણી પંચ કે ભાજપનું ટૂલ?” લખેલા બેનરો સાથે રસ્તા પર ઉતરેલા કાર્યકરોએ ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ કરી ઉગ્ર નારેબાજી કરી હતી.

મહિલા કાર્યકરો સહિતનાએ લોકશાહી અને મતાધિકારના રક્ષણનો મુદ્દો ઉઠાવી ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા હતા. વિરોધ દરમિયાન પૂતળાદહન કરવામાં આવતા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે ઘર્ષણ અને ધક્કામુક્કીના દૃશ્યો સર્જાયા હતા.

જૂનાગઢ ખાતે પણ કોંગ્રેસ સમિતિના નેતા કરશનદાસ ભાદરકા અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાંથી ગેરરીતિપૂર્વક નામો કાઢી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી.

જૂનાગઢમાં પણ કોંગ્રેસનો વિરોધ, કલેક્ટરને આવેદન તમામ કોંગ્રેસના કાર્યકરોને ભરીને પોલીસ સ્ટેશન લઈ જવાયા અટકાયત કરીને કોંગ્રેસના કાર્યકરોને ગાડી લઈ જતી હતી, ત્યારે એક કાર્યકર ગાડીની સામે આવીને સૂઈ ગયો હતો. પોલીસે તેની પણ અટકાયત કરી.હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande