‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વેરાવળ તાલુકા કક્ષાએ વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજાઈ
ગીર સોમનાથ, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વેરાવળ તાલુકા કક્ષાએ વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા તેમજ ચિત્ર પ્રદર્શની યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ ‘મારા સપનાનું ભારત’, ‘પ્રદૂષણ મુક્ત ભારત’, ‘૧૯૪૭નું ભારત, ૨૦૪૭નું
વેરાવળ તાલુકા કક્ષાએ વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજાઈ


ગીર સોમનાથ, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વેરાવળ તાલુકા કક્ષાએ વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા તેમજ ચિત્ર પ્રદર્શની યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ ‘મારા સપનાનું ભારત’, ‘પ્રદૂષણ મુક્ત ભારત’, ‘૧૯૪૭નું ભારત, ૨૦૪૭નું ભારત’, ‘ધ ગ્રેટ ઈન્ડિયા’, ‘પ્રદૂષણ અટકાવો’ વગેરે વિષય પર ચિત્રો રજૂ કર્યા હતાં.

રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર, લોકસભાના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, અગ્રણી ડૉ. સંજયભાઈ પરમારે ચિત્ર સ્પર્ધા તેમજ ચિત્ર પ્રદર્શનીની મુલાકાત લઈ અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

વેરાવળના બી.આર.સી. ભવન ખાતે તા. ૨૬ સપ્ટેમ્બરના રોજ ધો-૦૬ થી ધો-૦૮, ધો-૦૯ થી ધો-૧૦ અને ધોરણ-૧૧,૧૨ ના જૂદા-જૂદા ગૃપ અને જે.ક્યૂ.ડી.સી અને સી.આર.સી કક્ષાએ તાલુકા કક્ષામાં ૭૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

આ ચિત્ર સ્પર્ધા અને ચિત્ર પ્રદર્શનીમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને વિ્દ્યાર્થી તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande