સૂત્રાપાડા બીચ ખાતે મેગા ક્લીનઅપ ડ્રાઇવ યોજાઈ
- પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની થેલીઓ, પેકિંગ સામગ્રી તથા અન્ય કચરો એકત્ર કરાયો ગીર સોમનાથ, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સૂત્રાપાડા બીચ ખાતે મદદગાર ફાઉન્ડેશન દ્વારા મેગા ક્લીનઅપ ડ્રાઇવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વચ
સૂત્રાપાડા બીચ ખાતે મેગા ક્લીનઅપ


- પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની થેલીઓ, પેકિંગ સામગ્રી તથા અન્ય કચરો એકત્ર કરાયો

ગીર સોમનાથ, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સૂત્રાપાડા બીચ ખાતે મદદગાર ફાઉન્ડેશન દ્વારા મેગા ક્લીનઅપ ડ્રાઇવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાન દરમિયાન સૂત્રાપાડા બીચ અને આસપાસના દરિયાકિનારેથી પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની થેલીઓ, પેકિંગ સામગ્રી તથા અન્ય કચરો એકત્ર કરી સ્થળને સ્વચ્છ કરવામાં આવ્યું હતું. એકત્ર થયેલા કચરાનું યોગ્ય રીતે વર્ગીકરણ કરી નિકાલ માટે મોકલવામાં આવ્યું હતું.

અભિયાનમાં સૂત્રાપાડા નગરપાલિકાના કર્મચારીઓ, સ્વયંસેવકો, યુવાનો તથા નગરજનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. દરિયાકિનારે કચરો ન નાખવા, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા તથા જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અંગે ઉપસ્થિત લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

મદદગાર ફાઉન્ડેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્વચ્છતા એ સૌની જવાબદારી છે. સ્વચ્છ દરિયાકિનારો – સ્વચ્છ સૂત્રાપાડા માટે નિયમિત રીતે સ્વચ્છતા અને જનજાગૃતિની કામગીરી કરવામાં આવશે જેમાં દરિયાકિનારાની સ્વચ્છતા જાળવવા માટે નગરજનોને પણ સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande