
- ૨ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
ગીર સોમનાથ, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સંચાલિત કલા ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવશે. જેમાં https://forms.gle/HXMp86UFKyX6igSn7 ગૂગલ ફોર્મના આધારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
રંગોળી સ્પર્ધાની થીમ વિકસિત ભારત@૨૦૪૭-વિકસિત ભારતનું સ્વપ્ન, મેક ઇન ઇન્ડિયા- સેવા સંકલ્પ અભિયાન, જન કલ્યાણકારી યોજનાઓ-સપ્તધારા વિઝન, રાષ્ટ્રીય પ્રતિક- આત્મનિર્ભર ભારત રહેશે.
રંગોળીમાં માત્ર કુદરતી સામગ્રી જેવી કે,ફુલ, માટી, રેતી, ચોખા, બીજ, પાંદડા અને પ્રાકૃતિક રંગોનો જ ઉપયોગ કરવાની રહેશે તથા અન્ય આનુસાંગીક તમામ સામગ્રી સ્પર્ધકે સાથે લાવવાની રહેશે.
આ સ્પર્ધા વ્યક્તિગત (સાઇઝ ૧.૫ ફુટ * ૧.૫ ફુટ) અને ગૃપ રંગોળી ( સાઇઝ ૪ ફુટ * ૪ ફુટ) સ્પર્ધા એમ બે ભાગમાં યોજાશે. જેમાં વ્યક્તિગત, રંગોળી સ્પર્ધામાં પ્રથમ વ્યક્તિનેરૂ.૫૦૦૦/- , દ્વિતીય બે વ્યક્તિને રૂ. ૩૦૦૦/- તથા તૃતિય ત્રણ વ્યક્તિને રૂ. ૨૫૦૦/- આપવામાં આવશે. જયારે ગૃપ રંગોળી સ્પર્ધામાં પ્રથમ ગૃપને રૂ. ૧૫૦૦૦/- દ્વિતીય ગૃપને રૂ ૧૦૦૦૦/- તથા તૃતિય ગૃપને રૂ ૭૫૦૦/- રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ