પોરબંદર મહાનગરપાલિકા કક્ષાએ ખેલમહાકુંભમાં કરાટે સ્પર્ધાનો શુભારંભ.
પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભ-2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકાના
પોરબંદર  મહાનગરપાલિકા  કક્ષાએ ખેલમહાકુંભમાં કરાટે સ્પર્ધાનો શુભારંભ.


પોરબંદર  મહાનગરપાલિકા  કક્ષાએ ખેલમહાકુંભમાં કરાટે સ્પર્ધાનો શુભારંભ.


પોરબંદર  મહાનગરપાલિકા  કક્ષાએ ખેલમહાકુંભમાં કરાટે સ્પર્ધાનો શુભારંભ.


પોરબંદર  મહાનગરપાલિકા  કક્ષાએ ખેલમહાકુંભમાં કરાટે સ્પર્ધાનો શુભારંભ.


પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં

ખેલ મહાકુંભ-2026નું

આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકાના માર્ગદર્શન

હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા વિવિધ રમત-ગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું

છે.

પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર તથા ખેલ મહાકુંભ અમલીકરણ સમિતિના અધ્યક્ષ ટી.સી. તીરથાણી, જિલ્લા રમત વિકાસ અધિકારી મનીષકુમાર જીલડીયા, જિલ્લા રમતગમત અધિકારી ડો. પ્રવિણા

પાંડાવદરા તથા જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમારના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા

વિસ્તારમાં ખેલ મહાકુંભ-2026 અંતર્ગત વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન થયું છે. આ

શ્રેણીના ભાગરૂપે શ્રી હરિ મંદિર સાંદીપની સામે આવેલા સરદાર પટેલ રમતગમત સંકુલ

ખાતે કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર સાગર મોદી, મ્યુનિસિપલ કમિશનર ટી.સી.

તીરથાણી તથા પોરબંદર-છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડો. ચેતના તિવારીની

ઉપસ્થિતિમાં કરાટે સ્પર્ધાનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. મેયર સાગર મોદીએ કરાટે સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો

હતો.

આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર ટી.સી.

તીરથાણીએ જણાવ્યું હતું કે,

ગુજરાત સરકાર ખેલ મહાકુંભ જેવા

કાર્યક્રમોનું આયોજન કરીને યુવાનોમાં રહેલી પ્રતિભા અને કુશળતાને પ્લેટફોર્મ આપે

છે. ખેલાડીઓએ રમતગમતમાં ભાગ લઈ તેને અપનાવી તેમાં કારકિર્દી બનાવવાની દિશામાં આગળ

વધવું જોઈએ. સ્પોર્ટ્સ અને શિક્ષણ બંને અલગ-અલગ નથી પરંતુ બંને એક જ છે તેવું

સમજીને ખેલાડીઓએ રમતગમતમાં આગળ વધવું જોઈએ. તેમણે તમામ સ્પર્ધકોને શુભકામનાઓ પાઠવી

હતી. પોરબંદર-છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડો. ચેતના તિવારીએ સ્પર્ધકોને પ્રોત્સાહિત

કરતાં જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદજીએ આપેલા “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં

સુધી મંડ્યા રહો”ના સંદેશને જીવનમાં ઉતારી ખેલાડીઓએ રમતગમતની સ્પર્ધામાં સતત આગળ

વધવું જોઈએ. રમતગમતને જીવનમાં સતત જાળવી રાખીને જીવનમાં સફળતાનું વધુ એક પીછું

ઉમેરવા તેમણે ખેલાડીઓને પ્રેરણા આપી હતી.

આ કરાટે સ્પર્ધામાં અંદાજે 300 જેટલા સ્પર્ધકોએ વિવિધ વયજૂથ અને

કેટેગરીમાં ભાગ લીધો છે. કરાટે જેવી રમત દ્વારા બાળકો અને યુવાનોમાં શારીરિક

તંદુરસ્તી, શિસ્ત, આત્મવિશ્વાસ,

એકાગ્રતા તથા રમતગમતની ભાવનાનો વિકાસ

થાય છે. ખેલ મહાકુંભ જેવા આયોજનથી યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા રજૂ કરવા તેમજ

રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે યોગ્ય મંચ મળી રહ્યો છે. પોરબંદર મહાનગરપાલિકા

દ્વારા ખેલ મહાકુંભ-2026 અંતર્ગત યોજાનારી વિવિધ સ્પર્ધાઓમાં વધુમાં વધુ ખેલાડીઓ

ઉત્સાહપૂર્વક ભાગ લે અને રમતગમત ક્ષેત્રે પોરબંદરનું નામ ઉજ્જવળ કરે તે માટે

પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી ડો. પ્રવિણા

પાંડાવદરા, એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સંચાલક તથા

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોર્ડિનેટર કેતન કોટિયા, સુરેશ મસાણી, પૂજા રાજા સહિત રમતગમત ક્ષેત્ર સાથે

સંકળાયેલા આગેવાનો, કોચ, ખેલાડીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande