સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બીલીમોરામાં સામૂહિક સ્વચ્છતા અભિયાન
નવસારી, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાનના ભાગરૂપે “સ્વચ્છતા હી સેવા 2026” અંતર્ગત બિલીમોરા નગરપાલિકા અને NGO સંસ્થા દ્વારકાધીશ મંદિરના સંયુકત ઉપક્રમે દ્વારકાધીશ મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારમાં સામૂહિક સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આ
Mass Cleanliness Drive


નવસારી, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાનના ભાગરૂપે “સ્વચ્છતા હી સેવા 2026” અંતર્ગત બિલીમોરા નગરપાલિકા અને NGO સંસ્થા દ્વારકાધીશ મંદિરના સંયુકત ઉપક્રમે દ્વારકાધીશ મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારમાં સામૂહિક સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત મંદિર પરિસર તેમજ આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી. સામૂહિક સફાઈ અભિયાનમાં દ્વારકાધીશ મંદિરના પ્રમુખ, ટ્રસ્ટીઓ તેમજ કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક જોડાઈ શ્રમદાન કર્યું હતું. ઉપસ્થિત સૌએ સ્વચ્છતા જાળવવા તેમજ જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા અંગે નાગરિકોને પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે દ્વારકાધીશ મંદિરના પ્રમુખ જાસ્મીન દેસાઈ, ટ્રસ્ટીઓ કનૈયાલાલ વર્મા અને જયેશભાઈ પારેખ તેમજ કાર્યકર્તાઓ રાજેશભાઈ પટેલ, મહેશભાઈ રાણા, અરવિંદભાઈ પટેલ, સુમનલતાબેન વર્મા, મહેશભાઈ મિસ્ત્રી, પાંડે ભાઈ, રાજુભાઈ શાહ, હિતેશભાઈ ટેલર અને નયનભાઈ શાહ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ સામૂહિક સ્વચ્છતા અભિયાનના માધ્યમથી “સ્વચ્છ બીલીમોરા – સ્વસ્થ બીલીમોરા”નો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ નાગરિકોને પોતાના આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા તથા સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહભાગી બનવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande