અંબાજી મેળામાં વિસનગર એસ.ટી. ડેપોની ધમાકેદાર કમાણી, 42 હજારથી વધુ મુસાફરો અને રૂ.58.38 લાખની આવક
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : અંબાજીના ભાદરવી પૂનમના મેળા દરમિયાન વિસનગર ST ડેપો દ્વારા મુસાફરોની સુવિધા માટે 1461 ટ્રિપનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ ટ્રિપોમાં કુલ 42,641 શ્રદ્ધાળુઓએ મુસાફરી કરી હતી. મેળા દરમિયાન મુસાફરોની સંખ્યા વધતા ડેપોની
અંબાજી મેળામાં વિસનગર ST ડેપોની ધમાકેદાર કમાણી, 42 હજારથી વધુ મુસાફરો અને ₹58.38 લાખની આવક


મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : અંબાજીના ભાદરવી પૂનમના મેળા દરમિયાન વિસનગર ST ડેપો દ્વારા મુસાફરોની સુવિધા માટે 1461 ટ્રિપનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ ટ્રિપોમાં કુલ 42,641 શ્રદ્ધાળુઓએ મુસાફરી કરી હતી. મેળા દરમિયાન મુસાફરોની સંખ્યા વધતા ડેપોની આવકમાં પણ વધારો નોંધાયો છે.

વિસનગર ST ડેપોના મેનેજર હિમાંશુ ઝાલાના જણાવ્યા મુજબ, આ વર્ષે મેળાની કામગીરી દરમિયાન ડેપોને કુલ ₹58,38,534ની આવક થઈ છે. જ્યારે ગત વર્ષે આશરે 36 હજાર મુસાફરોએ ST બસ સેવાનો લાભ લીધો હતો અને તે સમયે ડેપોની આવક આશરે ₹47 લાખ રહી હતી.

આમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મુસાફરોની સંખ્યામાં આશરે 6,600નો વધારો થયો છે. બીજી તરફ ડેપોની આવકમાં પણ ₹11 લાખથી વધુનો વધારો નોંધાયો છે.

ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી જતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થતાં ST વિભાગ દ્વારા વધારાની બસો અને ટ્રિપોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસનગર ડેપો દ્વારા કરવામાં આવેલી 1461 ટ્રિપમાં 42 હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. મહેસાણા જિલ્લામાં મેળા દરમિયાન વિસનગર ડેપોની આવક સૌથી વધુ રહી હોવાનું જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande