મહેસાણા જિલ્લામાં ‘કલા મહોત્સવ’ અંતર્ગત શાળા-કોલેજોમાં નાટક સ્પર્ધા યોજાશે
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓમાં નાટ્યકલા, સંવાદ કૌશલ્ય અને સામાજિક જાગૃતિને પ્રોત્સાહન આપવા ‘કલા મહોત્સવ’ અંતર્ગત નાટક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વ
મહેસાણા જિલ્લામાં ‘કલા મહોત્સવ’ અંતર્ગત શાળા-કોલેજોમાં નાટક સ્પર્ધા યોજાશે


મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓમાં નાટ્યકલા, સંવાદ કૌશલ્ય અને સામાજિક જાગૃતિને પ્રોત્સાહન આપવા ‘કલા મહોત્સવ’ અંતર્ગત નાટક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા યોજાનારી આ સ્પર્ધામાં મહેસાણા સંસદીય ક્ષેત્રની કોલેજો તેમજ વિવિધ વિધાનસભા ક્ષેત્રમાં આવતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ભાગ લઈ શકશે.

સ્પર્ધામાં સંસ્થાઓએ નિર્ધારિત સ્ક્રિપ્ટ અને ઓડિયો ફાઈલના આધારે 25થી 30 મિનિટનું નાટક તૈયાર કરવાનું રહેશે. નાટકમાં સંબંધિત શાળા કે કોલેજના વિદ્યાર્થીઓએ જ અભિનય કરવાનો રહેશે. નાટકનું પ્રદર્શન કેમ્પસમાં વાલીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં જોઈ શકે તેવા સમયે કરવાનું રહેશે. સમગ્ર નાટકનું HD વિડિયો રેકોર્ડિંગ કરી તેની લિંક Google Form મારફતે સબમિટ કરવાની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande