જોટાણાના માંકણજ ગામે ‘આંગણ ઉત્સવ’, બાળકોને ફળ-સુખડીનું વિતરણ
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : જોટાણા તાલુકાના માંકણજ ગામમાં ‘આંગણ ઉત્સવ’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના બાળકોને ફળ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ ચેમ્પિયન બાળકોને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કર
જોટાણાના માંકણજ ગામે ‘આંગણ ઉત્સવ’, બાળકોને ફળ-સુખડીનું વિતરણ


મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : જોટાણા તાલુકાના માંકણજ ગામમાં ‘આંગણ ઉત્સવ’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના બાળકોને ફળ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ ચેમ્પિયન બાળકોને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આંગણ ઉત્સવ દરમિયાન આંગણવાડી કેન્દ્ર સાથે બાળકો, વાલીઓ અને ગ્રામજનોનું જોડાણ વધે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. લાભાર્થીઓએ આંગણવાડી કેન્દ્રમાંથી મળતી સેવાઓ અંગે પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રીનો સંદેશ પણ વાંચવામાં આવ્યો હતો.

ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડીના બાળકોની વિવિધ પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. સાથે જ આંગણવાડી કાર્યકરો અને આશા વર્કરોને તેમની કામગીરી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં RDD ક્રિષ્નાબહેન, P.O. પાયલબહેન, મહિલા મોરચાના સભ્યો, તાલુકા સંગઠન પ્રમુખ મયંકભાઈ પટેલ, ICDS પરિવાર તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સેવા સેતુના આયોજક અમરતભાઈ દેસાઈ દ્વારા પણ આંગણવાડીના બાળકોને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં બાળકોના પોષણ, આંગણવાડી સેવાઓ અને બાળ વિકાસ અંગે જાગૃતિ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande