
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિજાપુર તાલુકાના ખરોડ ગામે ખેતીવાડી વિભાગ દ્વારા નેશનલ મિશન ઓન ઓઇલ સીડ યોજના હેઠળ ખેડૂતો માટે તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં તેલીબિયાં પાકોની ઉત્પાદકતા વધારવા માટેની ખેતી પદ્ધતિઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાકની યોગ્ય પસંદગી, વાવેતર પદ્ધતિ, બિયારણની પસંદગી, પોષણ વ્યવસ્થાપન તથા પાકની સંભાળ અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી.
ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી તેલીબિયાં પાકનું ઉત્પાદન અને ગુણવત્તા વધારવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નેશનલ મિશન ઓન ઓઇલ સીડ યોજના અંતર્ગત ઉપલબ્ધ માર્ગદર્શન અને સહાય અંગે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સ્થાનિક ખેડૂતો અને ખેતીવાડી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR