
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે SPIPAના ચીફ ઓફિસર સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યો તેમજ નાગરિકલક્ષી સેવાઓની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં શહેરની સ્વચ્છતા વ્યવસ્થા, પાણી પુરવઠો અને ડ્રેનેજ સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસકાર્યોની પ્રગતિ અને સંબંધિત કામગીરી અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી.વિવિધ વિભાગોની કામગીરી, નાગરિકોને આપવામાં આવતી સેવાઓના અસરકારક અમલીકરણ તેમજ વહીવટી વ્યવસ્થાને લગતા મુદ્દાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં વિભાગો વચ્ચે સંકલન જાળવીને નાગરિકલક્ષી કામગીરી વધુ અસરકારક રીતે આગળ વધારવા અંગે ચર્ચા થઈ હતી.
શહેરમાં ચાલી રહેલી કામગીરીની સ્થિતિ અને આગામી સમયમાં હાથ ધરાનારી કામગીરી અંગે પણ બેઠક દરમિયાન જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR