
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : નિયામક આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી, મહેસાણાના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું લુણવા દ્વારા પોષણ માસ-2026ની ઉજવણી અંતર્ગત પ્રાથમિક શાળામાં માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં શાળાના બાળકોને દૈનિક આહારમાં પ્રોટીનના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. બાળકોના શારીરિક વિકાસ અને સ્વાસ્થ્ય માટે સંતુલિત આહાર જરૂરી હોવાનું સમજાવીને પ્રોટીનયુક્ત ખોરાકના વિવિધ સ્ત્રોતો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બાળકોને રોજિંદા આહારમાં દાળ, કઠોળ, દૂધ અને દૂધની બનાવટો, અનાજ તથા અન્ય પોષક ખાદ્યપદાર્થોનો યોગ્ય પ્રમાણમાં સમાવેશ કરવા અંગે સમજ આપવામાં આવી હતી. સાથે જ પોષણયુક્ત અને સંતુલિત આહારની ટેવ નાની ઉંમરથી વિકસાવવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
પોષણ માસ દરમિયાન બાળકોમાં પોષણ અંગે જાગૃતિ વધે અને તેઓ સ્વસ્થ જીવનશૈલી અપનાવે તે હેતુથી આવા માર્ગદર્શન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR