
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં યુવક-યુવતીઓ અને કલાકારોને પોતાની સર્જનાત્મકતા રજૂ કરવાની તક મળે તે માટે ‘સેવાના રંગ રાષ્ટ્રના સંગ’ વિષય પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી દ્વારા યોજાનારી આ સ્પર્ધા 03 ઓક્ટોબર 2026ના રોજ સવારે 07:30 કલાકે બી.એ.પી.એસ. સ્વામીનારાયણ સ્કૂલ, ખેરવા ખાતે યોજાશે.
સ્પર્ધામાં વ્યક્તિગત અને ગ્રુપ એમ બે વિભાગ રાખવામાં આવ્યા છે. ખાસ કરીને રંગોળી તૈયાર કરવા માટે કુદરતી સામગ્રીનો જ ઉપયોગ કરવાનો રહેશે. સ્પર્ધકો ફૂલ, માટી, રેતી, ચોખા, બીજ, પાંદડા અને પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરી શકશે. વ્યક્તિગત રંગોળીનું માપ 1.5 ફૂટ x 1.5 ફૂટ જ્યારે ગ્રુપ રંગોળીનું માપ 4 ફૂટ x 4 ફૂટ રાખવામાં આવ્યું છે.
વ્યક્તિગત વિભાગમાં પ્રથમ વિજેતાને ₹5,000, બીજા ક્રમે આવનારા 2 વિજેતાઓને પ્રત્યેક ₹3,000 અને ત્રીજા ક્રમે આવનારા 3 વિજેતાઓને પ્રત્યેક ₹2,500નું ઇનામ મળશે. ગ્રુપ વિભાગમાં પ્રથમ ક્રમે ₹15,000, બીજા ક્રમે ₹10,000 અને ત્રીજા ક્રમે ₹7,500નું રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. https://forms.gle/HXMp86UFKyX6igSn7 પર ફોર્મ ભરી નોંધણી કરવાની રહેશે. ઓનલાઈન નોંધણી બાદ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી, બહુમાળી ભવન, મહેસાણા ખાતે પણ જાણ કરવાની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR