
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકા દ્વારા પરા તળાવ ખાતે આવેલા STP પ્લાન્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ અંતર્ગત ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ડેપ્યુટી કમિશનર એ.બી. મંડોરી તથા કાઉન્સિલરોએ પ્લાન્ટની સ્થળ મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન અધિકારીઓ પાસેથી STP પ્લાન્ટમાં ચાલી રહેલી કામગીરી અંગે માહિતી મેળવવામાં આવી હતી. પ્લાન્ટમાં ગંદા પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયા તેમજ શુદ્ધ થયેલા પાણીના પુનઃઉપયોગ અંગે પણ વિગતો મેળવવામાં આવી હતી.
ધારાસભ્ય સહિતના પ્રતિનિધિઓએ પ્લાન્ટની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. શહેરમાં ગંદા પાણીના યોગ્ય નિકાલ સાથે શુદ્ધ થયેલા પાણીનો મહત્તમ પુનઃઉપયોગ થાય તે અંગે પણ કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR