સરદાર ડેરી પાસે વનકવચના ઉદ્ઘાટન પ્રસંગે વિદ્યાર્થીઓએ કર્યું વૃક્ષારોપણ
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : પર્યાવરણ જાળવણી અને શહેરમાં હરિયાળી વધારવાના હેતુથી મહેસાણામાં સરદાર ડેરી પાસે ‘વનકવચ’ના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, મહેસાણા હસ્તકની સરકારી કુમાર
સરદાર ડેરી પાસે વનકવચના ઉદ્ઘાટન પ્રસંગે વિદ્યાર્થીઓએ કર્યું વૃક્ષારોપણ


મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : પર્યાવરણ જાળવણી અને શહેરમાં હરિયાળી વધારવાના હેતુથી મહેસાણામાં સરદાર ડેરી પાસે ‘વનકવચ’ના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, મહેસાણા હસ્તકની સરકારી કુમાર છાત્રાલય, મહેસાણાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વનકવચના ઉદ્ઘાટન પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ છોડનું વાવેતર કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ વૃક્ષોનું મહત્વ સમજાવી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. શહેરમાં વધુમાં વધુ હરિયાળી વધે અને સ્વચ્છ તથા સ્વસ્થ વાતાવરણનું નિર્માણ થાય તે માટે વૃક્ષારોપણને મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને વૃક્ષોના પર્યાવરણીય મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. માત્ર વૃક્ષો વાવવા પૂરતું નહીં પરંતુ વાવેલા વૃક્ષોનું નિયમિત જતન અને સંરક્ષણ કરવું પણ જરૂરી છે તે અંગે જાગૃતિ લાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણમાં ભાગ લઈને પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારીનો પરિચય આપ્યો હતો.

‘વનકવચ’ અંતર્ગત હાથ ધરવામાં આવેલી આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓની ભાગીદારીથી યુવાનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો પ્રયાસ થયો હતો. ભાવિ પેઢીને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડવા માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ બની રહે છે. કાર્યક્રમ દરમિયાન યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓની ફોટોગેલેરી પણ રજૂ કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande