મહેસાણામાં ટ્રેક્ટર સામે બાઈક અથડાતા યુવક ઈજાગ્રસ્ત, A ડિવિઝનમાં ફરિયાદ
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણાના આનંદનગર સોસાયટીમાં રહેતા અને ચિરાગ પ્લાઝા સામે વેલકમ મોબાઇલ એસેસરીઝની દુકાન ચલાવતા 28 વર્ષીય અમાન જાકીરભાઈ મેમણ બાઈક લઈને દરગાહે ગયા બાદ દુકાને પરત ફરી રહ્યા હતા. દરમિયાન GEB ગેટ પાસે અચાનક બ્રેક મારતા બાઈક પ
મહેસાણામાં ટ્રેક્ટર સામે બાઈક અથડાતા યુવક ઈજાગ્રસ્ત, A ડિવિઝનમાં ફરિયાદ


મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણાના આનંદનગર સોસાયટીમાં રહેતા અને ચિરાગ પ્લાઝા સામે વેલકમ મોબાઇલ એસેસરીઝની દુકાન ચલાવતા 28 વર્ષીય અમાન જાકીરભાઈ મેમણ બાઈક લઈને દરગાહે ગયા બાદ દુકાને પરત ફરી રહ્યા હતા. દરમિયાન GEB ગેટ પાસે અચાનક બ્રેક મારતા બાઈક પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવકને હાથ અને પગમાં ઈજાઓ થઈ હતી. આ મામલે મહેસાણા શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ મુજબ અમાન મેમણે 17 સપ્ટેમ્બરના રોજ હિંમતનગરમાં રહેતા મિત્ર મહોમદ અઝીમ વોરા પાસેથી GJ-38-AH-6184 નંબરનું TVS નેટોર બાઈક ખરીદ્યું હતું. બાઈક હજુ મિત્રના નામે જ નોંધાયેલું છે. 25 સપ્ટેમ્બરના રોજ સવારે આશરે 9 વાગ્યે અમાન બાઈક લઈને હૈદરીચોક દરગાહે ધાર્મિક કામ માટે ગયા હતા.

દરગાહેથી કામ પૂર્ણ કરી આશરે સવા 9 વાગ્યે પોતાની દુકાને પરત ફરી રહ્યા હતા. દરમિયાન GEB ગેટ નજીક એક ટ્રેક્ટર ચાલકે અચાનક રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ બાઈકની ઝડપ વધુ હોવાથી અમાને અચાનક બ્રેક મારતાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બાઈક ટ્રેક્ટરના આગળના ટાયર સાથે અથડાયું હતું.

અકસ્મતમાં અમાન નીચે પટકાતા જમણા હાથ, ડાબા હાથની કોણી અને જમણા પગે છોલાઈ જવાથી ઈજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande