
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” અને “સેવા સંકલ્પ” અભિયાન અંતર્ગત શહેરમાં ગંદકી ફેલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અભિયાન દરમિયાન જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનાર 110 વ્યક્તિઓ પાસેથી કુલ ₹82,500નો દંડ વસૂલવામાં આવ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા માટે વિવિધ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જાહેર સ્થળોએ કચરો ફેંકતા લોકો સામે દંડની કાર્યવાહી ઉપરાંત નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા, કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવા અને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી રહી છે. સ્વચ્છતા જાળવવામાં નાગરિકોની ભાગીદારી વધે તે માટે વિવિધ વિસ્તારોમાં જનજાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
અભિયાન દરમિયાન દંડ વસૂલવાની સાથે શહેરમાં સ્વચ્છતા અંગેની કામગીરીને સતત આગળ વધારવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR